જુનાગઢ: મહાશિવરાત્રીનો મેળો તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે, આવતી કાલે મહાશિવરાત્રીના પાવન દિવસે શિવની શાહી રવેડી બાદ મૃગીકુંડમાં સ્નાન સાથે મેળો પૂર્ણ થશે. ત્યારે મહા શિવરાત્રીના મેળામાં યોગ અને હઠીયોગનું પણ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. સમગ્ર દેશમાંથી આવેલા સંન્યાસીઓ અલખને ઓટલે દેવાધીદેવ મહાદેવની આરાધના આસન લગાવીને કરતા હોય છે. આ મેળામાં કેટલાક હઠીયોગીઓ દ્વારા ખૂબ જ આકરી કહી શકાય તે પ્રકારે તપસ્ચર્યા અને આસન લગાવીને મહાદેવની પૂજા કરી રહ્યા છે આવા જ એક હઠીયોગી એ ભવનાથની ગીરી તળેટીમાં કાંટાઓ પર આસન લગાવીને શિવ પ્રત્યે તેમની આરાધના વ્યક્ત કરે છે.
ધર્મમાં હઠીયોગ છે આરાધના: સનાતન ધર્મમાં હઠયોગ એક આરાધના તરીકે પણ આદિ અનાદિ કાળથી સતયુગના સમયમાં પણ જોવા મળતો હતો પ્રત્યેક સન્યાસી પોતાની આરાધના પરિપૂર્ણ થાય તે માટે હઠીયોગ પર ઉતરતા હોય છે હઠીયોગનું હેતુ સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય અને અનિષ્ટો માંથી પ્રત્યેક જીવને જીવતર માથી મુક્તિ મળે તે માટે સન્યાસીઓ દ્વારા પોતાની જાતને કષ્ટ પડે તે માટે અઘરા અને કઠિન પ્રકારના હઠીયોગ કરવામાં આવતા હોય છે.
હઠીયોગનું મહત્વ: આજે પણ ધર્મની આરાધના માં હઠીયોગને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે આજે પણ અનેક સંન્યાસીઓ હઠયોગ કરતા જોવા મળે છે કેટલાક સન્યાસીઓ સમુદ્રમાં કે પાણી પર આસન લગાવીને સુતા હોય છે જેને પણ હઠયોગ કહેવામાં આવે છે કેટલાક સન્યાસીઓ ચૈત્ર મહિનામાં ચારે તરફ નવ દિવસ અગ્નિ પ્રગટાવીને તેની વચ્ચે બેસીને હઠયોગની સાધના કરતા હોય છે ત્યારે ભવનાથની ગીરી તળેટીમાં શિવરાત્રીના મેળામાં આવાજ એક હઠયોગી કાંટા પર આસન લગાવીને હઠયોગ ની સાધના કરતાં જોવા મળ્યા હતા.