ETV Bharat / state

સુરતમાં મસમોટા રેલવે ટિકિટના કૌભાંડનો થયો પર્દાફાશ - Fraud train ticket Maker arrested

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 28, 2024, 2:14 PM IST

આજકાલ ટ્રેન ટિકિટ કન્ફર્મ મળવી એ ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. રોજે ભારતમાં કેટલાય લોકો ટ્રેનમાં પ્રવાસ કરતાં હોય છે, અને જો પ્રવાસ દરમિયાન ટિકિટ કન્ફર્મ હોય તો શાંતિથી મુસાફરી કરી શકાય છે. પરંતુ વહેલી ટિકિટ મળવી મુશ્કેલ જણાય છે એવામાં સુરતમાં સોફ્ટવેરની મદદથી ટ્રેનની કન્ફર્મ ટિકિટ જતે જ બનાવનારની સુરત પોલીસે ધરપકડ કરી છે. જાણો સંપૂર્ણ મામલો. Fraud train ticket Maker arrested

પોલીસે બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરવાનો વેપલો ઝડપી પાડયો હતો
પોલીસે બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરવાનો વેપલો ઝડપી પાડયો હતો (etv bharat gujarat)
સુરતમાં સોફ્ટવેરની મદદથી ટ્રેનની કન્ફર્મ ટિકિટ જતે જ બનાવનારની સુરત પોલીસે ધરપકડ કરી (etv bharat gujarat)

સુરત: શહેરના એકતા ટ્રાવેલ્સના રાજેશ મિત્તલને ત્યાં વિજિલન્સે દરોડા પાડી સોફ્ટવેરની મદદથી IRCTCની વેરિફિકેશન અને સિક્યુરિટી સિસ્ટમ બાયપાસ કરી બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરવાનો વેપલો ઝડપી પાડયો હતો.

સુરતમાં મસમોટા રેલવે ટિકિટના કૌભાંડનો થયો પર્દાફાશ
સુરતમાં મસમોટા રેલવે ટિકિટના કૌભાંડનો થયો પર્દાફાશ (etv bharat gujarat)

સોફ્ટવેરની મદદથી ટ્રેનની કન્ફર્મ ટિકિટ બુક કરતા: મુંબઈ વિજિલન્સ વિભાગમાં ઈન્સન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સંજયકુમાર સુધીર શર્માએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, "સિટીલાઈટ સ્થિત મેઘસમરન એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશ ગિરધારી મિત્તલ સોફ્ટવેરની મદદથી ટ્રેનની કન્ફર્મ ટિકિટ બુક કરતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે વિલિજન્સની એક ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી ૨૫મી જૂનને મંગળવારે સિટીલાઈટ સ્થિત મેઘસમરન એપાર્ટમેન્ટમાં રાજેશ મિત્તલને ત્યાં દરોડા પાડયા હતા. આ સમયે તે બેડમાં એકસાથે પાંચ લેપટોપ ઓપરેટ કરી ટ્રેનની ઈ-ટિકિટ બુકિંગ કરી રહ્યો હતો."

નેક્શસ, ગડર બે સોફ્ટવેર મળી આવ્યા: પ્રાથમિક તપાસમાં ગડર અને નેક્સશ સોફ્ટવેરની મદદથી ટ્રેનની કન્ફર્મ ટિકિટ બુક કરવાનો વેપલો કરતા હોવાનું સામે આવ્યું હતું. વિજિલન્સની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી દરોડા પડ્યા હતા ત્યારે તે સમયે રાજેશ મિત્તલના ઘરેથી 973 બોગસ આઈડી, પાંચ લેપટોપ અને ૫ હાઈ સ્પીડ રાઉટર મળી આવ્યા હતા. આ સાથે જ નેક્શસ અને ગડર નામના બે સોફ્ટવેર પણ મળી આવ્યા હતા. વધુ તપાસ કરતાં તેમના સોફ્ટવેરમાંથી 4.50 કરોડ રૂપિયાના મૂલ્યની ઈ-ટિકિટ બુક થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ફોજદારી ગુનો નોંધાવાતા પોલીસે રાજેશ ગિરધારી મિત્તલ (રહે. મેઘસમરન એપાર્ટમેન્ટ, સિટીલાઈટ) અને કૃપા દિનેશભાઈ પટેલ (રહે. સુમન આરાધના એપાર્ટમેન્ટ, અલથાણ )ની ધરપકડ કરી હતી.

  1. રાજકોટની બેબી કેર હોસ્પિટલનાં સંચાલકોને 6.54 કરોડનો કરાયો દંડ, જાણો શા માટે ? - Child care hospital fined
  2. એપાર્ટમેન્ટની પાર્કિંગમાં લિફ્ટ નીચે કચડાઇ જવાથી 3 વર્ષની માસૂમનું મોત, માતા-પિતાઓને સાવચેત કરતો કિસ્સો - Innocent girl dies under lift

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.