ETV Bharat / state

"જાત મહેનત જિંદાબાદ", જામનગરના જાગૃત ખેડૂતે સ્વખર્ચે રોડ રસ્તાઓનું કર્યું સમારકામ - jamnagar farmer - JAMNAGAR FARMER

જામનગરના આ ખેડૂતે જાત મહેનત જિંદાબાદની આ કહેવતને પરિપૂર્ણ કરી છે. જિલ્લાના લિંબુડા ગામના અરવિંદભાઈ પટેલે છેલ્લા કેટલાક વર્ષથી વિવિધ જિલ્લાઓમાં જઈને રસ્તા પરના ખાડાઓનું સમારકામ એકલા હાથે સ્વખર્ચે કરે છે., જાણો વિગતે અહેવાલ...,farmer of Jamnagar repaired the roads

જામનગરના ખેડૂતે સ્વખર્ચે રોડ રસ્તાઓનું કર્યું સમારકામ
જામનગરના ખેડૂતે સ્વખર્ચે રોડ રસ્તાઓનું કર્યું સમારકામ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2024, 7:53 AM IST

જામનગરના ખેડૂતે સ્વખર્ચે રોડ રસ્તાઓનું કર્યું સમારકામ (ETV Bharat Gujarat)

જામનગર:આમ તો રસ્તા પરના ગાબડા બૂરવાનું કામ સરકારને કરવાનું હોય છે પરંતુ જામનગરના લિંબુડા ગામના ખેડૂત ખુદ સરકારનું કામ હાથમાં લઈને પોતાની મહેનતની કમાણીથી રસ્તા પરના ખાડા રિપેર કરી રહ્યા છે. જામનગરના લિંબુડા ગામે રહેતા અરવિંદભાઈ ગોવિંદભાઈ પટેલ નામના ખેડૂત ખેતીકામ કરે છે અને છેલ્લા કેટલાક વર્ષથી વિવિધ જિલ્લાઓમાં જઈને રસ્તા પરના ખાડાઓ એકલા હાથે સ્વખર્ચે ખાડાનું સમારકામ કરે છે. અત્યાર સુધીમાં આ ખેડૂતે અનેક ગામના રસ્તાના ખાડાનું સમારકામ સ્વખર્ચે કર્યું છે.

અરવિંદભાઈ ગોવિંદભાઈ પટેલ
અરવિંદભાઈ ગોવિંદભાઈ પટેલ (ETV Bharat Gujarat)

સરકાર દ્વારા કરાતું કામ ખેડૂતે કર્યું: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામના વતની અરવિંદ પટેલ, જે તંત્ર વતી પોતાની જાત મહેનતે રાજ્યમાં કોઈ પણ હાઇવે પર નજરે દેખાતા ખાડાઓ બુરવાનું કામ કરે છે. આમ તો રોડ-રસ્તા બનાવવાનું કે તેને રીપેર કરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ આ કામ જોડિયા તાલુકાના લીંબુડા ગામના વતની અરવિંદભાઈ પોતાની જાત મહેનતે કરે છે. અરવિંદભાઈ પોતે એક ખેડૂત છે અને ખેતી કામમાં માણસો રાખી અને તે ખેતીકામ કરે છે. અરવિંદભાઈ છેલ્લા 7 વર્ષથી આ ભગીરથ કાર્ય કરે છે અને તેના આ કામથી ગામ લોકો પણ ખુશી વ્યક્ત કરે છે.

જામનગરના જાગૃત ખેડૂત
જામનગરના જાગૃત ખેડૂત (ETV Bharat Gujarat)

તંત્રને કરી લેખિત રજૂઆત: અરવિંદભાઈ છેલ્લા સાત વર્ષથી દર વર્ષે 40 થી 50 હજારનો ખર્ચો કરી રોડ પર પડેલ મસ્ત મોટા ગાબડા પુરવાનું કામ કરી રહ્યા છે. તેમજ ખાડા તંત્ર દ્વારા બુરવામાં આવે તે માટે ચારથી પાંચ ગામના સરપંચોને સાથે રાખી જામનગર તેમજ ગાંધીનગર સુધી રજૂઆતો પણ કરે છે. તેમજ સ્થાનિક ધારાસભ્ય સાંસદ સહિતના રાજકીય આગેવાનોને પણ સારો રોડ કરવા માટે લેખિત રજૂઆતો કરે છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું ન હોવાથી અરવિંદભાઈ આ ભગીરથ કાર્ય સ્વખર્ચે હાથમાં લીધું છે. આ કામગીરીમાં જાંબુડા, હરિયાણા, ખીરી અને રામપર ગામ સહિતના આગેવાનો અને લોકો જોડાય છે.

રોડ રસ્તાઓનું સમારકામ
રોડ રસ્તાઓનું સમારકામ (ETV Bharat Gujarat)

લોકો સુરક્ષિત રહે તે વિચારથી આ કાર્ય કર્યું: રસ્તામાં ખાડા બુરવાનું કાર્ય વિષે અરવિંદભાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે મારી પત્નીની તબિયત નાદુરસ્તને કારણે અમદાવાદ હોસ્પિટલ ગયો હતો. તે સમયે ત્યાં હોસ્પિટલમાં એક યુવાન અકસ્માતમાં સારવાર માટે આવ્યો હતો અને આ ચાલુ સારવાર દરમ્યાન તે મૃત્યુ પામ્યો હતો અને તે યુવાનનું કેવી રીતે અકસ્માત થયું તેની મેં આપવીતી સાંભળી અને મને ખબર પડી કે રસ્તામાં આવતા ખાડાને કારણે તેનું અકસ્માત થયું અને તેનું મૃત્યુ થયું. ત્યારબાદ આ વાત મને મનમાં લાગી આવતા કોઈ પણ માનવીનો જીવ ખાડાને કારણે ન જાય અને લોકો સુરક્ષિત રહે તે વિચાર સાથે મે આ ભગીરથ કાર્ય શરુ કર્યું.

  1. આદિવાસી વિસ્તારમાં ભારત બંધને સંપૂર્ણ સમર્થન: વલસાડનું ધરમપુર સજજડ બંધ - BHARAT BANDH
  2. ભાવનગરની શાન ગંગાજળિયા તળાવની "અવદશા", કરોડો ખર્ચ્યા પણ પ્રજા માટે પાણી સમાન? - bhavnagar news

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.