અમરેલી: જિલ્લામાં અવારનવાર સિંહના વિડીયો સોશિયલ મીડિયામાં અંદર વાયરલ થાય છે. ત્યારે વધુ સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજુલાના સમઢીયાળા ગામે રાત્રિના સમયે શિકાર કરવા 3 સિંહ પહોંચ્યા હતા. જે સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
અમરેલીના 11 તાલુકાઓમાં સિંહનું સામ્રાજ્ય: અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. અમરેલી જિલ્લાના 11 તાલુકામાં સિંહ પરિવાર વસવાટ કરે છે. તેની સાથે જ અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ અને ભાવનગર જિલ્લામાં સિંહોનું સામ્રાજ્ય છે. સૌથી વધારે ગીર પંથકમાં સિંહ જોવા મળતા હોય છે.
સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ: સિંહ રાત્રિના સમયે શિકાર કરવા ગ્રામીણ વિસ્તાર અને જંગલ વિસ્તારની અંદર જતા હોય છે. ત્યારે રાજુલાના સમઢીયાળા ગામના બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર શિકારની શોધમાં 3 સિંહો આવ્યા હતા. સિંહ આવતા જ પશુઓમાં ફફડાટ ફેલાયો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.
આ પણ વાંચો: