ETV Bharat / state

કામરેજ તાલુકામાં વેપારીને માર મારી લૂંટી લેવાયો,સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ - Surat Crime - SURAT CRIME

અબ્રામાથી વેલંજા જતા રોડ પર બાઇક પર સવાર વેપારીને ત્રણ બાઇક પર આવેલા લોકોએ તુ આ કેસમાંથી ખસી જા આ તો ખાલી ટ્રેલર છે અને નહીં હટે તો જાનથી મારી નાંખીશુની ધમકી આપી રિવોલ્વર બતાવી ૧ લાખ ૩૭ હજાર કિંમતની સોનાની ચેઇન લુંટી લોખંડનાં પાઇપ અને પાવડાનાં હાથા વડે માર માર્યો કામરેજ પોલીસે સુરતનાં આઠ લોકો વિરૂધ્ધ લુંટ અને જાનથી મારી નાંખવાનો નોંધ્યો ગુનો. Surat Crime

કામરેજ તાલુકામાં વેપારીને માર મારી લૂંટી લેવાયો
કામરેજ તાલુકામાં વેપારીને માર મારી લૂંટી લેવાયો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 6, 2024, 8:21 AM IST

સુરત: કામરેજનાં અબ્રામાંથી વેલંજા રોડ પર બાઇક પર સવાર વેપારીને ત્રણ બાઇક પર આવેલા ૬ અજાણ્યા ઇસમોએ આંતરી કેસમાંથી ખસી જવાની ધમકી આપી હતી. તેમજ રિવોલ્વર બતાવી વેપારીનાં ગળામાંથી ૧ લાખ ૩૭ હજારની સોનાની ચેઈન આંચકી લઇ લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરતા કામરેજ પોલીસે સુરતનાં ૬ થી વધુ લોકો સામે લુંટનો ગુનો નોંધતા ચકચાર મચી ગઇ હતી.

કામરેજ તાલુકામાં વેપારીને માર મારી લૂંટી લેવાયો (Etv Bharat Gujarat)

જાનથી મારી નાંખવાની ધમકી: પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રકાશભાઇ ધીરૂભાઇ સોરઠીયા ઉ.વ.૩૪ ધંધો-વેપાર, રહે સ્વાગત રો- હાઉસ અબ્રામા પટ્ટી રોડ, કામરેજ. મુળ રહે અમૃતવેલ ગામ સાવરકુંડલા જી.અમરેલી. પોતાની મોટર સાઇકલ પર જઈ રહ્યા હતા. ત્યારે અબ્રામા ગામની સીમમાં અબ્રામાથી વેલંજા રંગોલી ચાર રસ્તા તરફ જતા રોડ નજીક ત્રણ મોટર સાઇકલ પર આવેલા ૬ થી વધુ અજાણ્યા ઇસમોએ વેપારી પ્રકાશની બાઇક રસ્તામાં અટકાવી જણાવ્યુ હતુ કે, તું હિરેન ધીરૂ કોરાટ તથા હિંમત પોપટ સાવજનાઓનાં કેસમાંથી હટી જા. આ તો ખાલી ટ્રેલર છે અને આ કેસમાંથી નહીં હટે તો તને જાનથી મારી નાંખીશું કહી ધમકી આપી હતી. આ આરોપીઓ પૈકી એક આરોપીએ પોતાનાં હાથમાંની રિવોલ્વર બતાવીને બાઇક ચાલક વેપારી પ્રકાશનાં ગળામાંથી ૧ લાખ ૩૭ હજારની સોનાની ચેઇન લુંટી લઇ પ્રકાશને લોખંડની પાઇપ તથા પાવડાનાં હાથા વડે માથાનાં તેમજ શરીરનાં અલગ અલગ ભાગે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ મામલો કામરેજ પોલીસ મથકે પહોંચ્યો હતો. કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓ.કે જાડેજાએ જણાવ્યું હતું કે, ફરીયાદી પ્રકાશ ધીરૂ સોરઠીયાએ ઉપરોક્ત મામલે સુરત યોગીચોક ખાતે રહેતા હિરેન ધીરૂકોરાટ, હિંમત પોપટ સાવજ રહે સુરત અને મોટર સાઇકલ પર આવેલા છ-એક જેટલા અજાણ્યા ઇસમો વિરૂધ ગુનો નોંધ્યો છે. પોલીસે હાલ આગળની તપાસ હાથ ધરી છે.

  1. ગાંધીનગરમાં મતદાન જાગૃતિ અર્થે "રન ફોર વોટ", મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા જનતા જોગ અપીલ - Lok Sabha Election 2024
  2. નર્મદામાં દિવ્યાંગ અને અશક્ત મતદાર માટે ખાસ વ્યવસ્થા, વ્હીલચેર અને ઈ-રીક્ષાની સુવિધા મળશે - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.