પાટણ: જિલ્લામાં પ્રથમ ચાંદીપુરા વાયરસનો કેસ સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામનો સામે આવ્યો હતો. જેમાં 7 વષીય બાળક સંક્રમિત થતાં તેને પ્રથમ ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેને વેન્ટિલેટર ઉપર રાખી હાલ તેની સારવાર હાથ ધરાવામા આવી હતી. જોકે તેની તબિયત સુધારવાની જગ્યાએ બગડી રહી હતી ત્યારે આજે સવારે બાળકનું મોત થયું હતું.
![પાટણની ધારપુર હોસ્પિટલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-08-2024/patnjilamchadipuramnarogthiaekbhadkmimotalgj10090_02082024145457_0208f_1722590697_117.jpg)
આજે સવારે 7.45 કલાકે બાળકનું થયું મોત: મોત થયેલ બાળકના મૃતદેહને તેના વાલીને સોંપવામાં આવ્યું છે. હાલમાં ગામમાં શોકનો માહોલ છવાયો છે. તો ચાંદીપુર વાઇરસને લઈ ગામમાં ભયનો મહલો જોવા મળી રહ્યો છે. ત્યારે બાળકના પરિવારજનો અને સંબંધીઓ ચિંતામાં મુકાયા છે.
![પાટણની ધારપુર હોસ્પિટલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-08-2024/patnjilamchadipuramnarogthiaekbhadkmimotalgj10090_02082024145457_0208f_1722590697_941.jpg)
ઉપરાંત, ધારપુર સિવિલના આર.એમ.ઓ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સારવાર દરમિયાન આજે સવારે 7.45 કલાકે બાળકનું મોત થયું હતું. બાળકના મૃતદેહને તેના વાલીને સોંપી દેવામાં આવ્યો છે.