ETV Bharat / state

છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામે કુહાડીના ઘા ઝીકી 51 વર્ષની મહિલાની હત્યા, પ્રેમ પ્રકરણની અદાવત આવી સામે - Murder in chhota udepur - MURDER IN CHHOTA UDEPUR

છોટાઉદેપુર તાલુકાના રંગપુર ગામ ખાતે પટેલ ફળિયામાં રહેતી ગુજલીબેન કાનસિંગભાઈ રાઠવા ઉંમર વર્ષ 51ને રાયસીંગભાઇ મોતીભાઈ રાઠવાએ કુહાડી વડે બરડાના ભાગે, મોઢાના ભાગે અને ડાબા હાથમાં કાંડાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી. કમકમાટી ભર્યું મોત થયાની ઘટના સામે આવી છે, 51 years old woman murder in chhota udepur

પ્રેમ પ્રકરણનો કરું અંજામ?
પ્રેમ પ્રકરણનો કરું અંજામ? (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 24, 2024, 7:09 AM IST

છોટા ઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં આવેલા રંગપુર ગામે હત્યાનો બનાવ (ETV Bharat)

છોટા ઉદેપુર: છોટા ઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં આવેલા રંગપુર ગામે કાળજું કંપાવનારી ઘટના બની હતી. જેમાં આરોપી રાયસીંગભાઇ મોતીભાઈ રાઠવાએ રંગપુર પટેલ ફળિયાના રહેવાસી ગુજલીબેન કાનસિંગભાઈ રાઠવાને શરીર ઉપર કુહાડીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

શા માટે બન્યો હત્યાનો બનાવ: બનાવની હકીકત એવી છે કે તારીખ 23/5/24 ના રોજ રાત્રીના 8:35 કલાકની આસપાસ રંગપુર ગામના પટેલ ફળિયામાં રહેતા રાયસીંગભાઇ મોતીભાઈ રાઠવાની છોકરી મંજુબેન રાઠવાને આ બનાવના ફરિયાદી શર્મિલાબેનના દિયર કમલેશભાઈ સાથે આડા સંબંધ હતાં, જે આરોપી રાયસીંગભાઇ જોઈ ગયા હતા.

જે અંગે આરોપી રાયસિંગભાઈએ તેમની દિકરીને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ છોકરી તેના ઘરે આવી ત્યારે તારીખ 16/ 3 /24 ના રોજ પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેની અદાવત રાખી રાયસીંગભાઇ રાઠવા એ મરનાર ગુજલી બેનને કહ્યું કે તમે મારી છોકરીને મારી ખાઈ ગયા છો. તેમ કહી ગુજલી બેનને કુહાડી વડે બરડામાં પાછળના ભાગે તેમજ મોઢાના ભાગે અને ડાબા હાથના કાંડામાં ગંભીર ઇજાઓ પહોંચાડતા ઘટના સ્થળ ઉપર મોત નીપજાવ્યું હતું. અને છોકરીના પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો હતો.

આરોપીની કરાઈ અટકાયત: કલેકટરના જાહેરનામાનો ભંગ કરી આરોપીએ આ ગંભીર ગુનો આચાર્યો હતો. જે બાબતે પોલીસે રંગપુર પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાથી સમગ્ર રંગપુર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. પોલીસ દ્વારા ઇપીકો કલમ 302 અને જીપીએકટ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અંગે છોટાઉદેપુરના ASP ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે રંગપુર ગામે સવારમાં ગુજલીબેન રાઠવાને કુહાડી મારી હત્યા કરનાર આરોપી રાયસિંગભાઈ રાઠવાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. એવું તો શું બન્યું કે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી? વાંચો આ અહેવાલમાં - Vadodara crime case
  2. કેજરીવાલ જી અંદર બેઠા હતા, મને ડ્રોઈંગ રૂમમાં મારવામાં આવી રહી હતી..., મારપીટ પછી સ્વાતિ માલીવાલનો પહેલો ઈન્ટરવ્યુ - SWATI MALIWAL INTERVIEW

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.