જામનગર: દેશમાં એક પછી એક રુંવાટા ઉભા થઈ જાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી છે. જામનગરના નાંઘેડીમાં 36 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર યુવકની હત્યા કર્યા બાદ યુવકને ખાટલામાં સળગાવવામાં આવ્યો હતો. યુવકનો મૃતદેહ બળેલી હાલતમાં મળી આવ્યો હતો.
યુવકની બળેલી હાલતમાં લાશ મળી: જામનગરના નાંઘેડીમાં 36 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર યુવકની હત્યા કર્યા બાદ યુવકને ખાટલામાં સળગાવવામાં આવ્યો હતો. યુવકનો મૃતદેહ બળેલી હાલતમાં મળ્યો હતો. માત્ર એક પગનો ભાગ જ મળી આવ્યો હતો. જેના પગલે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જુદી-જુદી ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાની તપાસ DYSPની દેખરેખ હેઠળ થઈ રહી છે.
આરોપી પત્ની અને પ્રેમીએ હત્યા કરી: આખરે પોલીસ તપાસમાં સમગ્ર વિગત બહાર આવી છે અને આરોપી ખુદ પત્ની અને તેનો પ્રેમી નીકળ્યા છે. પત્ની જીવણીબેન અને તેના પ્રેમી સાગરાજ સુમતે રાત્રિના સમયે પતિને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદમાં પેટ્રોલ છાંટીને ખાટલામાં સળગાવી દીધો હતો. જ્યારે પોલીસે આરોપીઓ સાથે સખત રીતે પૂછપરછ કરતા આરોપી પત્ની અને તેના પ્રેમીએ સમગ્ર હકીકત જણાવી હતી.