ETV Bharat / state

બનાસકાંઠાના સુઈગામ ખાતે BSF દ્વારા 3 દિવસીય બુટ કેમ્પ યોજાયો, વાયબ્રન્ટ વિલેજ કેમ્પ અંતર્ગત આયોજન - A 3 day Boot Camp

વાયબ્રન્ટ વિલેજ કેમ્પ અંતર્ગત બનાસકાંઠાના સુઈગામ BSF કેમ્પ ખાતે 3 દિવસીય બુટ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બુટ કેમ્પમાં દિલ્હીની નેતાજી સુભાષ યુનિવર્સીટી ઓફ ટેકનોલોજીના 20 છાત્રો ભાગ લઈ રહ્યા છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 26, 2024, 7:26 PM IST

Updated : Jul 26, 2024, 10:56 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

બનાસકાંઠાઃ દેશની સરહદોની રખવાળી કરતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા વિવિધ લોકોપયોગી પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે. જેમાં ભારત-પાકિસ્તાનની સરહદ નજીક આવેલ સુઈગામમાં BSF દ્વારા છેલ્લા કેટલાક સમયથી બુટ કેમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ સહભાગી બનતા હોય છે. શુક્રવારે સુઈગામ BSF કેમ્પ ખાતે વાયબ્રન્ટ વિલેજ કેમ્પ પ્રોગ્રામ અંતર્ગત 6ઠ્ઠા એડવેન્ચર બુટ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બુટ કેમ્પમાં દિલ્હીની નેતાજી સુભાષ યુનિવર્સીટી ઓફ ટેકનોલોજીના 20 છાત્રો ભાગ લઈ રહ્યા છે.

3 દિવસીય બુટ કેમ્પઃ ભારત-પાકિસ્તાનની સરહદ નજીક આવેલ સુઈગામમાં BSF દ્વારા છેલ્લા કેટલાક સમયથી બુટ કેમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ સહભાગી બનતા હોય છે. શુક્રવારે સુઈગામ BSF કેમ્પ ખાતે વાયબ્રન્ટ વિલેજ કેમ્પ પ્રોગ્રામ અંતર્ગત 6ઠ્ઠા એડવેન્ચર બુટ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બુટ કેમ્પમાં દિલ્હીની નેતાજી સુભાષ યુનિવર્સીટી ઓફ ટેકનોલોજીના 20 છાત્રો ભાગ લઈ રહ્યા છે. BSF 123 બટાલિયનના કમાંડન્ટ ઓફિસર ગુરુવિંદર સિંઘે જણાવ્યું હતું કે, એડવેન્ચર બુટ કેમ્પ 26થી 28 જુલાઈ એમ 3 દિવસ ચાલશે.

સમાવિષ્ટ પ્રવૃત્તિઓઃ આ 3 દિવસીય બુટ કેમ્પ દરમિયાન સહભાગી છાત્રોને BSF દ્વારા રહેવાની વ્યવસ્થા સાથે શારીરિક પ્રશિક્ષણ, ઑબ્સટકલ કોર્સ, માનચિત્ર અભ્યાસ, રૂટ માર્ચ, સીમા દર્શન, નડાબેટ પરિભ્રમણ તેમજ અન્ય સાહસિક પ્રવૃતિઓ અને કલાત્મક કૌશલ્ય વિકસે તેવી પ્રવૃત્તિઓ કરાવાશે. આ ઉપરાંત પક્ષી સંરક્ષિત ક્ષેત્રનું ભ્રમણ, સ્થાનિક જોવા લાયક સ્થળોની મુલાકાત પણ કરાવાશે. આ એડવેન્ચર બુટ કેમ્પમાં છાત્રોને સાંસ્કૃતિક કાર્યક્રમ અને ફાયર જેવી ઘટનાઓનો પ્રવૃતિઓના માધ્યમથી પ્રત્યક્ષ અનુભવ થશે, સાથે શારીરિક અને કલાત્મક કૌશલ્યને બહાર લાવવા અને સામાજિક એકતા વિકસિત કરવા માટેની પ્રેરણા આપવામાં આવશે. આજના કાર્યક્રમમાં BSF અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

  1. 50 ડિગ્રીથી વધુ તાપમાનમાં દેશની સરહદે સુરક્ષા કરતાં બીએસએફ જવાનો, જોશને સો સો સલામ! - BSF
  2. Pakistani drone: પાકિસ્તાની ડ્રોન ઝડપાયું, BSF અને પંજાબ પોલીસને તરનતારન જિલ્લામાંથી મળ્યું ચીન બનાવટનું પાકિસ્તાની ડ્રોન

Last Updated : Jul 26, 2024, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.