ETV Bharat / state

યુવાનોને તેમના અતૂટ જુસ્સા સાથે મતદાન કરવા પ્રેરણા આપતા 94 વર્ષીય શારદાબેન સુથાર - શતાયુ મતદારો

લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી રહ્યા છે. દેશના કરોડો નાગરિકો ચૂંટણીમાં મતદાન કરશે. જેમાં કેટલાય નાગરિકો શતાયુ મતદારો છે. ચૂંટણી પંચ દ્વારા શતાયુ મતદારો મતદાન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે બધી જ વ્યવસ્થા જે તે મતદાન મથકના સ્ટાફ દ્વારા કરવાની રહેશે.

94 વર્ષીય શારદાબેન સુથાર
94 વર્ષીય શારદાબેન સુથાર
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 11, 2024, 3:05 PM IST

ગાંધીનગર: પેથાપુરમાં રહેતા 94 વર્ષીય શારદાબેન મતદાન કરવા માટે ઉત્સાહિત છે. શારદાબેનની વધતી જતી ઉમરના કારણે તેઓની તબિયત નાદુરસ્ત રહેતી હોવા છતાં તેઓ મતદાન કરવા માટે ઉત્સાહિત છે. કાનેથી ઓછું સાંભળતા શારદાબેનને જ્યારે મતદાન અંગે વાત કરવામાં આવે ત્યારે તેઓ તરત પોતાને મતદાન કરવા જવું હોવાનો ઈશારો કરે છે. આ લોકસભા ચૂંટણીમાં પણ તેઓ પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ છે.

94 વર્ષીય શારદાબેન સુથાર

શારદાબેન મતદાન કરવા ઉત્સાહી: ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામ ખાતે સુથારવાસમાં રહેતા શારદાબેન બળવંતભાઈ સુથાર ગાંધીનગરના સોજા ગામના વતની છે. વધતી ઉંમરને કારણે તેમની તબિયત નાદુરસ્ત રહે છે તેથી ગાંધીનગરમાં પેથાપુર ખાતે રહેતી તેમની દીકરી મીનાબેને માતાને પોતાની પાસે રાખવાનું નક્કી કર્યું. હાલમાં શારદાબેન પુત્રી મીના સાથે રહે છે. શારદાબેનનો જન્મ તારીખ 1 જાન્યુઆરી 1930 ના રોજ થયો હતો. હાલ તેઓ અંદાજિત 94 વર્ષના છે. આટલી ઉમર હોવા છતાં મતદાન કરવાનો તેમનામાં ગજબનો ઉત્સાહ છે. નાદુરસ્ત તબિયત હોવા છતાં તેઓ મતદાન કરવા માટે કટિબદ્ધ છે. પુત્રી મીનાબેને જણાવ્યું કે, તેમના માતા ભૂતકાળમાં મતદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહી હતાં. જુના સમયમાં ગામડાઓમાં વીજળીની સુવિધા ન હતી તેથી મતદાન કરવા માટે તેઓ વહેલા ઉઠી જતા હતા. વહેલી સવારે ઘરકામ પતાવીને જેવો મતદાનનો સમય શરૂ થાય તેવા જ તેઓ લાઈનમાં લાગી જતા હતા. તેઓ મતદાન કરીને અન્ય ગામવાસીઓને પણ વધુને વધુ મતદાન કરવાની પ્રેરણા આપતા હતા. આજે 94 વર્ષની ઉંમરે પણ તેમનો આ જુસ્સો અડગ રહ્યો છે.

ગુજરાતમાં 10,322 મતદારો શતાયુ: દરેક વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી અધિકારીઓએ શતાયુ (100 વર્ષ સુધી જીવવાવાળા) મતદારોને ઓળખી કાઢીને તેઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી આપવાની રહેશે. ગાંધીનગર લોકસભામાં 16,831 વરિષ્ઠ મતદારો છે. ગુજરાતમાં 10,322 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયના છે. 85 વર્ષથી વધુ વયના 4,24,162 મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. શતાયુ મતદારો માટે મતદાન મથક પર રેમ્પ અને વ્હિલચેર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. તો મતદાન મથક સુધી આવી ન શકે તેવા શતાયુ મતદારનો સરવે કરી તેમના ઘરે જ મતદાન કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવાની રહેશે.

85 વર્ષથી વધુના અને 40 'ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો ઘર બેઠા મતદાન કરી શકશે
ગત વિધાનસભા ચૂંટણીમાં 80 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો તેમના નિવાસસ્થાને મતદાન કરી શકે તેવી જોગવાઈ હતી. ચૂંટણી પંચે આ જોગવાઈમાં સુધારો કરી 80+ વર્ષની ઉંમરને બદલે 85+ વર્ષ કરેલ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો તથા 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

  1. પાટણમાં ત્રણ જિલ્લાના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા રણશિંગું ફૂંકાયું - Rupala Protest
  2. ભાવનગરમાં ભાજપ માટે પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યાં, એક જ વાત ' રુપાલાની ટિકીટ રદ કરો ' - Rupala Protest

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.