ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન પહેલા કુલ 8 વ્યક્તિઓ ડૂબી હતી. ઘટના સ્થળ ઉપર ફાયર બ્રિગેડ તંત્ર તેમજ તરવૈયાઓની ટીમએ નદીમાં સર્ચ અભિયાન શરૂ કર્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે.
રાજ્યમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. પરંતુ, ગાંધીનગર દેહગામના વાસણાં સોગઢી ગામમાં મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન 8 ગણેશ ભક્તો ડૂબી જતા ગણેશોત્સવ માતમમાં ફેરવાયો છે. ડૂબેલા 8 ભક્તોની ડેડ બોડી મળી આવી હોવાની પ્રાથમિક વિગતો મળી છે. અન્ય કોઈ વ્યક્તિ હજુ છે કે કેમ તેને લઈ ભક્તોની મેશ્વો નદીના પાણીમાં શોધખોળ શરૂ છે. એક સાથે 8 ભક્તો પાણીમાં ગરકાવ થઇ જતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઘટનાની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય બલરામજસિંહ ચૌહાણ, મામલતદાર અને ટીડિઓ ઘટના સ્થળે દોડી ગયા છે. ગુમ ભક્તોને શોધવા માટે મોડી રાત સુધી શોધખોળ ચાલે તેવી સંભાવના છે.
ગણેશ વિસર્જન પહેલા બની ગોઝારી ઘટના
હાલમાં રાજ્યમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવવામાં આવી રહ્યો છે. ગણેશોત્સવ સાથે ગણપતિ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે. આજે દહેગામના વાસણા સોગઠી ગામમાં મેશ્વો નદીમાં પણ ગણેશ વિસર્જન થઇ રહ્યું હતું. ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે. દહેગામના વાસણા સોગઠી ગામની નદીમાં 8 લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન 8 જેટલા લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 8 લોકોના મૃતદેહ મળ્યા હોવાની પ્રથામિક માહિતી સામે આવી છે. સ્થાનિક તરવૈયા અને ફાયરની ટીમ હાલમાં ગુમ લોકોની શધખોળ કરી રહી છે.
ઘટનામાં (1) વિજયજી ગુલાબસિંહ (ઉ.વ.30), (2) ચિરાગકુમાર પ્રકાશ (ઉ.વ.19) (3) ધમેન્દ્ર દલપતસિંહ ચૌહાણ (ઉ.વ.18), (4) મુન્નાભાઇ દિલિપસિંહ (ઉ.વ.23), રાજકુમાર બચુસિંહ (ઉ.વ.28) ની લાશ મળી આવી છે. આ ઉપરાંત ત્રણ ડેડબોડી મળી આવી છે. આ દરમિયાન પરિવારજનોના વિલોપાતથી સમગ્ર વાતાવરણ કંપી ઉઠ્યું હતું. ઘટના સ્થળે પોલીસ પણ હાજર રહી સમગ્ર મામલે કાયદાકિય કામગીરી હાથ ધરી રહી છે.
મેશ્વો નદી કિનારે માતમનો માહોલ
નદીમાં ગણેભક્તો ડૂબ્યા હોનાવી વાત વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાઇ હતી. લોકોના ટોળા નદી કિનારે પહોંચ્યા હતા. લોકોની સાથે મૃતકોના પરિજનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પોતાના પરિજનોને મૃત જોતા ભાંગી પડ્યા હતા. નદી કિનારે માતમનો માહોલ ફેલાયો હતો. મૃતકોના પરિજનો સતત વિલોપાત કરી રહ્યા હતા જેને કારણે અહીં વાતાવરણ ગમગીન થઈ ગયું હતું.
નદી કિનારે ગણેશ વિસર્જન માટે કોઇ વ્યવસ્થા ન હતી
વાસણા સોગઢી ગામમાંથી પસાર થતી મેશ્વો નદીમાં સ્થામિક ભક્તો વર્ષોથી ગણેશ વિસર્જન કરે છે. પરંતુ તંત્ર દ્વારા નદી કિનારે કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. વિસર્જન અંગે કોઇ ચેતવણી બોર્ડ પણ માર્યું ન હોવાની પ્રાથમિક વિગત મળી છે.
હમણાં જ પાટણમાં પણ ઘટી હતી આવી ગોઝારી ઘટના
પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા હતા. પાટણમાં પણ બુધવારે દુર્ઘટના ઘટી હતી. ગણેશ વિસર્જન દરમિયાન પાટણમાં એક દુખદ ઘટના સામે આવી હતી. પાટણ ખાતે ગણેશ વિસર્જન સમયે 7 લોકો ડૂબ્યા હતા. પાટણ સરસ્વતી બેરેજમાં આ ઘટના બની છે. આ દુર્ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ગણેશ વિસર્જન કરતી વખતે 7 લોકો ડૂબવાથી અરેરાટી મચી જવા પામી હતી.
આ ઘટના અંગેની વધુ વિગતો અહીં ટુંક સમયમાં રજૂ કરાશે....