નવસારી: કેન્દ્ર સરકારે દરેક ઘરમાં નળથી જળ પહોંચે તે માટે જલ જીવન મિશન અંતર્ગત 'નલ સે જલ' અને 'હર ઘર જલ' જેવી યોજનાઓ બહાર પાડી છે. જેના માટે સરકારે ગ્રામ્ય વિસ્તારો માટે હજારો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. જ્યારે બીજી બાજી આદીવાસી વિસ્તારોમાં આવી જ પાણી પહોંચાડવાની યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે.
#WATCH गुजरात सरकार की जनजातीय इलाके में पानी पहुंचाने की एक योजना में लगभग 9 करोड़ का घोटाला सामने आया है। 94 जगह काम का सत्यापन किया गया जिसमें से 90 जगह काम नहीं किया गया था। कुल 14 लोगों के खिलाफ FIR थी जिसमें से 10 लोगों को गिरफ़्तार किया गया है। 5 कॉन्ट्रैक्टर और 5 सरकारी… pic.twitter.com/mpdHpRw86l
— ANI_HindiNews (@AHindinews) July 17, 2024
સમાચાર એજેન્સી ANIને જણાવતા સુરત સીઆઈડી-ક્રાઈમના નાયબ પોલીસ અધિક્ષક, એ.એમ.કેપ્ટન મુજબ ગુજરાત સરકારની જનજાતીય વિસ્તારોમાં પાણી પહોંચાડવાની યોજનામાં લગભગ 9 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. 94 સ્થળે કામની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 90 જગ્યાએ કામ થયું ન હોવાનું જણાયું છે. આ મામલે કુલ 14 લોકો વિરુદ્ધ FIR નોંધાઈ છે, જેમાંથી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 5 કોન્ટ્રાક્ટર અને 5 સરકારી અધિકારીઓ સામેલ છે.
નવસારી જિલ્લામાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના પૂર્વ કાર્યપાલક ઈજનેર સહિત 7 જેટલાં અધિકારીઓએ 90 જેટલા પ્રોજેકટ માત્ર કાગળ પર જ બનાવીને સરકારને 9 રૂ. કરોડથી વધુનો ચુનો લગાવ્યો હોવાનું જગજાહેર થયું છે. આ ચોંકાવનારા કેસમાં સુરત CID ક્રાઈમે ગયા વર્ષે નિવૃત્ત થયેલા દલપત પટેલ નામના કાર્યપાલક ઈજનેર અને તેમના ચાર સહકર્મી સહિત પાંચ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી હતી. કોન્ટ્રાક્ટ કંપની સાથે મળી આ 90 પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, સુરત ઝોન કચેરીમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા અને બીલીમોરમાં રહેતા જતીનકુમાર મોહનભાઇ પટેલ મંગળવારે સુરત ઝોન સીઆઇડી ક્રાઇમમાં પહોંચ્યા હતા. જ્યારે જુલાઇ-23માં નવસારીના કાર્યપાલક ઇજનેર તરીકે નિવૃત્ત થયેલાં નવસારીના ખેરગામના રહેવાશી દલપત પટેલ સહિત 10 સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
10 આરોપીઓની ધરપકડ
- દલપત બાબુભાઈ પટેલ નિવૃત કાર્યપાલક ઈજનેર
- રાકેશભાઈ પટેલ
- જગદીશભાઈ પરમાર
- નરેન્દ્ર કુમાર શાહ
- તેજલબેન શાહ
- જ્યોતિબેન શાહ
- શિલ્પા રાજ
- કિરણભાઈ પટેલ
- મોહમદ અહેમદ નલવાલા
- ધર્મેશ પટેલ
શું છે સમગ્ર મામલો: વર્ષ 2023માં સરકાર દ્વારા નવસારી જિલ્લામાં જુદી-જુદી પાણી પુરવઠાના યોજનાઓ માટે કુલ 34.29 કરોડ રૂપિયાની જોગવાઈ પૈકી રૂ.24 કરોડ ફાળવવામાં આવ્યા હતાં. જેમાંથી રૂપિયા 19.33 કરોડનો ખર્ચ થયો હોવાના બીલો મંજૂર કરાયા હતાં. સરકારના રીજુવીનેશન કાર્યક્રમમાં મોટી ગેરરીતી થઈ હોવાની ચર્ચાઓ વચ્ચે ગત 25 ઓગસ્ટ 2023ના રોજ વલસાડ જાહેર બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર આશાબેન પટેલે જાહેર આરોગ્ય વર્તુળ કચેરી વલસાડને એક પત્ર લખ્યો હતો. જેમાં ચોંકાવનારી માહિતી સાથે થયેલી ફરિયાદના પગલે સમગ્ર પ્રકરણની તપાસ ગાંધીનગર સ્થિત આર્થિક ગુના નિવારણ શાખા સીઆઈડી ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી. સીઆઈડીની તપાસમાં નવસારી જિલ્લા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીઓ તેમજ ઈજારદાર એજન્સીઓએ એકબીજાના મેળાપીપણામાં ચીખલી તાલુકાના 25, ગણદેવી તાલુકાના 20 અને ખેરગામ તાલુકાના 12 મળીને કુલ 54 ગામોમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગરના એફએએસ સોફ્ટવેરનો દુરૂપયોગ કરી ઉચાપત કરી હોવાનું જણાયું હતું.
કાગળ પર કામગીરી: મહત્વપૂર્ણ છે કે, થોડાં સમય પહેલાં આ કૌભાંડ બહાર આવતાં વિજીલન્સની ઇન્કવાયરી બેસાડવામાં આવી હતી. જેમાં કસુરવાર જણાતાં જેતે અધિકારીને નોકરી પર હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. સાથે જ સરકાર સાથે કેટલાં રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી તથા કેવી રીતે કરવામાં આવી તેની તપાસ સોંપાઈ હતી. શરૂઆતી તપાસમાં જ આજ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જે 163 કામો કર્યાના બિલ મંજૂર કર્યા હતા. તેમાંથી 94 સ્થળોએ તપાસ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. 94માંથી 90 સ્થળો એવા જણાયા હતા જ્યાં કૂવો, પાઇપ લાઇન, બોરિંગ સહિતના કામો થયા જ ન હતા પરંતુ તે કાગળ ઉપર વ્યવસ્થિત દર્શાવાયા હતા.