ETV Bharat / state

ભાવનગરમાં પરસોત્તમ સોલંકીના હસ્તે કરાયું ધ્વજ વંદન, જિલ્લાના વિકાસ માટે 25 લાખનો ચેક અપાયો - Independence Day 2024

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ ભરતનગર વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લામાં તળાજા ખાતે આઈટીઆઈમાં કાર્યક્રમ યોજાયો હતો. શહેરમાં મેયર ભરતભાઇ બારડ અને જિલ્લામાં મત્સ્ય ઉદ્યોગમંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ ધ્વજવંદન કર્યું હતું., 78th independence day 2024

ભાવનગરમાં પરસોત્તમ સોલંકીના હસ્તે કરાયું ધ્વજ વંદન
ભાવનગરમાં પરસોત્તમ સોલંકીના હસ્તે કરાયું ધ્વજ વંદન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 15, 2024, 4:22 PM IST

ભાવનગરમાં પરસોત્તમ સોલંકીના હસ્તે કરાયું ધ્વજ વંદન (ETV Bharat Gujarat)

ભાવનગર: શહેરમાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા અને જિલ્લા વહીવટી તંત્રએ તળાજા ખાતે કરી હતી. ભાવનગરમાં મેયર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યો હતો. ત્યારે જિલ્લામાં ઉદ્યોગમંત્રી પરસોતમભાઈ સોલંકીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. જો કે બંને કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત થયા હતા.

ભાવનગરમાં પરસોત્તમ સોલંકીના હસ્તે કરાયું ધ્વજ વંદન
ભાવનગરમાં પરસોત્તમ સોલંકીના હસ્તે કરાયું ધ્વજ વંદન (ETV Bharat Gujarat)

મહાનગરપાલિકામાં ધ્વજવંદન મેયરના હસ્તે: ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આવેલી શાળા નંબર 76 ના પટાંગણમાં 15 મી ઓગસ્ટ 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળા નંબર 1, 25 અને 72 ના વિદ્યાર્થીઓ દ્વારા અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ એનાયત કરાઈ હતી. જ્યારે અન્ય શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. દેશભક્તિના ગીતો સાથે કૃતિઓ રજૂ કરનારને 5 હજાર ઇનામ રાશિ કૃતિ દીઠ એનાયત કરાઈ હતી.

જિલ્લામાં મત્સ્ય ઉદ્યોગમંત્રીના હસ્તે ધ્વજવંદન: ભાવનગર જિલ્લાના ધ્વજવંદનનો કાર્યક્રમ તળાજા ખાતે આવેલી આઈટીઆઈમાં યોજવામાં આવ્યો હતો. મત્સ્ય ઉદ્યોગમંત્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જો કે કાર્યક્રમ દરમ્યાન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પીરસવામાં આવ્યા હતા. મત્સ્ય ઉદ્યોગ મંત્રીના હસ્તે જિલ્લા કલેકટરને 25 લાખનો ચેક વિકાસ અર્થે આપવામાં આવ્યો હતો. જો કે ધ્વજવંદન કરી મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ સલામી ઝીલીને પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું.

સેવા કરનારનું સન્માન અને પરેડ: તળાજા ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસ, પુરુષ હથિયારધારી પોલીસ ટુકડી, મહિલા હથિયારધારી પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારધારી પુરુષ, મહિલા હોમગાર્ડ, ઘોડે સવાર યુનિટ, પોલીસ બેન્ડ પાર્ટી, સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ સહિત અન્ય પ્લાટુનની ટુકડીઓ દ્વારા પરેડ યોજીને તિરંગાને સલામી આપવામાં આવી હતી. જો કે ધ્વજવંદન કાર્યક્રમમાં સેવા કરનારને સન્માનિત કરવામાં આવ્યા હતા. ધ્વજવંદન બાદ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

  1. ગાંધીનગરમાં સ્વતંત્રતા દિનની ભવ્ય ઉજવણી કરાઈઃ રાજભવનમાં વૃક્ષારોપણ કરાયું - Independence Day 2024
  2. નડીયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની કરાઈ ઉજવણી, મુખ્યપ્રધાને ત્રિરંગો લહેરાવ્યો - Independence Day 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.