જૂનાગઢ: જિલ્લાની 5 પ્રસુતા મહિલાઓએ જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં બાળકના જન્મને લઈને સારવાર લીધી હતી. જે પૈકીની 2 મહિલાઓના મોત થતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. જેમાં હિરલબેન અને દર્શિતાબેનની સાથે પ્રસૂતિ અને બાળકના જન્મ બાદ 2 મહિલાના કિડની ફેઇલ થઈ જવાના કિસ્સામાં ગ્રાહક સુરક્ષા કોર્ટમાં 50 લાખના પ્રત્યેક મહિલાનો દાવો વકીલ હેમાબેન શુક્લા દ્વારા જૂનાગઢ ગ્રાહક તકરાર નિવારણ ફોર્મમાં રજૂ કરવામાં આવ્યો છે.
તબીબો સામે પોલીસ ફરિયાદ દાખલ: જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 2 પ્રસૂતા મહિલાના મોત અને અન્ય 3 પ્રસૂતા મહિલાઓને બાળકને જન્મ આપ્યા બાદ તેની કિડનીને કાયમી ધોરણે નુકસાન થયું હતું. સમગ્ર મામલામાં મૃતક પ્રસૂતા મહિલાના પરિવારજનો દ્વારા જૂનાગઢની ખાનગી હોસ્પિટલની સાથે મહિલાઓને પ્રસૂતિ કરાવનારા ડોક્ટર ડાયના અજુડીયા અને ડોક્ટર હેમાક્ષી કોટડીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
તબીબો સામે 50 લાખના વળતરનો દાવો: આ બંને મહિલા તબીબો હજુ પણ પોલીસ પકડની બહાર છે. જેને લઈને મૃતક પ્રસૂતા મહિલાના પરિવારજનો અને જે મહિલાની કિડની પ્રસુતિ અને સારવાર બાદ કાયમી ધોરણે ખરાબ થઈ ચૂકી છે. તેમના પરિવારજનો દ્વારા હોસ્પિટલ અને મહિલા તબીબો સામે પ્રત્યેક મહિલાએ 50 લાખના વળતરનો દાવો જૂનાગઢના એડવોકેટ હેમાબેન શુક્લા દ્વારા ગ્રાહક સુરક્ષા તકરાર ફોરમમાં કરવામાં આવ્યો છે.
30 એપ્રિલ 2023માં મહિલાની સારવાર થઈ: જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં હિરલબેન અને દર્શિતાબેનની સાથે મોનિકા અને દીપ્તિ નામની મહિલાની સાથે અન્ય એક મહિલાની પ્રસૂતિ દરમિયાન હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ દરમિયાન અચાનક હિરલબેન અને દર્શિતાબેનનું મોત થયું હતું. મોનિકાબેન અને દીપ્તિબેનની સાથે અન્ય એક મહિલા દર્દીની કીડનીને આજીવન નુકસાન થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
2 મહિલાના મોત અને 3 મહિલાની કિડની ફેલ: પ્રસૂતિ અને ત્યારબાદની સારવારમાં થતા સમગ્ર મામલામાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા 11 તબીબોની ટીમ બનાવીને સમગ્ર મામલાની તપાસ ભાવનગર મેડિકલ કોલેજમાં કરવામાં આવી હતી. જેમાં આ મહિલાના મોતનું કારણ પ્રસૂતિ અને ત્યારબાદની સારવારમાં દવા અને અન્ય બેદરકારી દાખવી હોવાનું સામે આવતા આ મહિલાનાં મોત થયા છે અને 3 મહિલાની કિડની ફેલ થઈ છે. તેવો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
12 ફેબ્રુઆરી 2024 માં FIR નોંધાઈ: 30 મે 2023 થી લઈને 14 ઓક્ટોબર 2023 સુધી જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં હિરલબેન, દર્શિતાબેન, મોનિકાબેન, દીપ્તિબેનની સાથે અન્ય એક મહિલાએ પ્રસૂતિ અને ત્યારબાદની સારવાર લીધી હતી. જેમાં કેટલીક બેદરકારી રહી જતા હિરલબેન અને મોનિકાબેનનું મોત સારવાર લીધાના ગણતરીના દિવસોમાં જ મોત થયું હતું. અન્ય 3 મહિલાની કિડની આજીવન ધોરણે કામ કરતી બંધ થઈ ગઈ હતી.
મહિલા તબીબ પોલીસ પકડની બહાર: સમગ્ર મામલામાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ આવ્યા બાદ 12 ફેબ્રુઆરી 2024 ના રોજ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકમાં ડો. ડાયના અજુડીયા, ડો હેમાક્ષી કોટડીયાની સાથે અન્ય 2 ખાનગી હોસ્પિટલો વિરુદ્ધ જૂનાગઢ પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાને 8 મહિના જેટલો સમય થઈ ગયો છે. તેમ છતાં બંને મહિલા તબીબ હજુ પણ પોલીસ પકડની બહાર જોવા મળે છે.
કોર્ટ આગામી દિવસોમાં સુનવણી કરશે: અસરગ્રસ્ત મહિલાના પરિવારજનો દ્વારા જૂનાગઢના એડવોકેટ હેમાબેન શુક્લાની મદદથી જૂનાગઢ ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ ફોરમમાં પ્રત્યેક મહિલા માટે 50 લાખના વળતરનો દાવો કર્યો છે. જે અન્વયે ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા ખાનગી હોસ્પિટલ અને મહિલાની સારવાર કરનારી બંને મહિલા તબીબો વિરુદ્ધ નોટિસ કાઢીને આગામી દિવસોમાં સમગ્ર મામલામાં સુનાવણી કરશે.
આ પણ જાણો: