ETV Bharat / state

PMJAY-મા યોજનામાં ગેરરીતિ સહિતની હરકતોને પગલે ગુજરાતની વધુ પાંચ હોસ્પિટલ સસ્પેન્ડ - PMJAY

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા PMJAY-મા યોજના અંતર્ગત ગેરરીતિ કરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્યની પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2024, 3:39 PM IST

ગાંધીનગર : પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઈપણ હોસ્પિટલ કે તબીબો વિરુદ્ધ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે આપવામાં આવેલી જાણકારીઓ અનુસાર, તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચર્યાની ઘટનાઓ સામે આવી છે.

રાજ્ય સરકાર દ્વારા કડક પગલા : સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU) તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલની મુલાકાત કરી હતી. જેમાં 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લામાં 5 હોસ્પિટલ અને 2 ડૉક્ટરની ગેરરીતિ સામે આવી છે.

પાંચ હોસ્પિટલ સસ્પેન્ડ : પાટણ જિલ્લાની હિર ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિવિધ ત્રુટીઓ અને ગેરરીતિ જણાઈ આવી હતી. જેથી પાંચેય હોસ્પિટલને PMJAY-મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

પાટણમાં બે હોસ્પિટલ સસ્પેન્ડ : આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન શહેરની હિર હોસ્પિટલમાં કુલ 91 લેબ રિપોર્ટમાં છેડછાડ અને નિઓનેટલ કેરમાં હાયર પેકેજ સિલેક્ટ કર્યા હોવાનું માલુમ પડ્યું હતું. બીજી તરફ પાટણની નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર સેન્ટરમાં કુલ 60 રિપોર્ટમાં છેડછાડ જણાઈ આવી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા હિર હોસ્પિટલ અને તેમાં ફરજરત ડૉ. હિરેન પટેલ તથા નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં ફરજરત ડૉ. દિવ્યેશ શાહને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત હિર હોસ્પિટલને રૂ. 50,27,700 તથા નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલને 15,16,350 ની રિકવરી અને પેનલ્ટી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત પાટણની હેલ્થ સ્પ્રિંગ 24 પેથોલોજી લેબોરેટરી અને શિવ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવી છે.

દાહોદની સોનલ હોસ્પિટલ સસ્પેન્ડ : દાહોદની સોનલ હોસ્પિટલમાં યોજનાની માર્ગદર્શિકા મુજબ મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું અને ઇન્ફેક્શન કંટ્રોલને લગતી કામગીરીમાં પણ ઉણપ હોવાનું જણાતા આ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે.

અમદાવાદની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ : અમદાવાદની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ચોથા અને પાંચમાં માળનું BU પરમિશન ન હોવું, માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને મોડ્યુલર OTનો અભાવ તેમજ કેટલીક એક્સપાયરી વાળી દવાનો જથ્થો જણાઈ આવતા હોસ્પિટલને BU પરમીશન ન મળે તેમજ ઉક્ત ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાઈ છે.

અરવલ્લીની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલ : અરવલ્લીની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એક્સપાયર્ડ, તેમજ NICU માં માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા ન જણાઈ આવતા આ હોસ્પિટલને પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મળે તેમજ જણાઇ આવેલ ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે.

વર્ષ 2024 માં 12 હોસ્પિટલ સસ્પેન્ડ : ગુજરાત સરકારે PMJAY-મા યોજના અંતર્ગતની કાર્ડિયો, રેડિયો, કિમો, નીઓનેટલ કેર સહિતની સારવાર માટે નવી માર્ગદર્શિકા (SOP) બનાવી છે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે જાન્યુઆરી, 2024 થી અત્યાર સુધીમાં PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ કુલ 12 હોસ્પિટલને સસ્પેન્ડ અથવા ડિએમ્પેન્લ્ડ કરવામાં આવી છે.

  1. ખ્યાતિકાંડમાં સરકારી બાબુઓએ વહેતી ગંગામાં હાથ ધોયાની શંકા
  2. ખ્યાતિકાંડમાંથી લીધો બોધપાઠ! હોસ્પિટલો માટે અગત્યનો નિર્ણય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.