સુરત: અમરોલી સાયણ રોડ પર આવેલા નિલમબાગ રો હાઉસમાં રહેતા દીપિકાબેન શૌનક પટેલ અમરોલી છાપરાભાઠા રોડ પર ઈસ્કોન પ્લાઝામાં વિઝા ડોટ કોમના નામે ઓફીસ ધરાવે છે. પોતે પાસપોર્ટ અને વિઝા કન્સલન્ટસીનું કામકાજ કરે છે. થોડા સમય અગાઉ દીપિકાબેનએ ફેસબુક પર એક ક્રિના કન્સલન્ટસીની એક જાહેરાત જોઈ હતી. તેમાં આપેલા ફોન નંબર પર દીપિકાબેનએ સપર્ક કર્યો હતો જ્યાં કિંજલ ધામણકર અને અંજનામોરેએ તેમજ રાહુલ પ્રજાપતિ સાથે વાતચીત થઈ હતી. કહ્યું હતું કે ઓફીસના માલિક જીતેન્દ્ર જયભાઈ ગોસ્વામી છે. તમે અડાજણ એલ.પી.સવાણી રોડ પર વેલેન્ટીના હબમાં અમારી ઓફીસ છે ત્યાં આવો જેથી દીપિકાબેન કિંજલધામણકરની ઓફિસે ગયા હતા.
'આ ત્રણેયએ મોટી મોટી વાતો કરીને વિઝા અને વર્ક પરમીટ પણ અપાવી દેશું તેવી વાત કરી હતી. જોકે દીપિકાબેનએ પણ પોતાના ત્રણ ક્લાયન્ટના યુ.કે.ના વિઝા અને વર્ક પરમીટના કુલ 45 લાખ આપી દીધા હતા. તે પછી આ ત્રણેયએ વિઝા આપવામાં વિલંબ કરવા માંડ્યો હતો અને આજે થશે કાલે થશે તેમ કહીને સમય પસાર કર્યો હતો અને પછી ફોન પણ બંધ કરી દીધા હતા અને અડાજણ એલ.પી.સવાણી રોડની ઓફીસ પણ બંધ કરીને નાસી ગયા હતા.' - પી.પી. બ્રહ્મભટ્ટ, અમરોલી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર
આ બાબતે દીપિકાબેન પટેલની ફરિયાદ લઈને અમરોલી પોલીસે કિંજલ ધામણકર, અંજના મોરે અને ક્રિશ્ના કન્સલન્ટસીના માલિક જીતેન્દ્ર જય ગોસ્વામી સામે 45 લાખની ઠગાઇ કરવામાં આવી હતી. હાલ સમગ્ર બાબતે તપાસ ચાલુ છે.