ETV Bharat / state

'રાજ્યમાં ચોમાસાની સ્થિતિ વણસી', અત્યાર સુધીમાં 42 લોકો અને 250 પશુના મૃત્યું: રાહત કમિશનર - monsoon season in the Gujarat

વર્તમાન ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી 42 લોકોના મોત થયાંનું સરકારના હવાલેથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં 250 પશુઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. monsoon season in the Gujarat

રાજ્યમાં ચોમાસાની સ્થિતિ વણસી
રાજ્યમાં ચોમાસાની સ્થિતિ વણસી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 20, 2024, 9:26 AM IST

રાજ્યમાં ચોમાસાની સ્થિતિ રાહત કમિશનર આલોક પાંડેેએ આપી માહિતી (Etv Bharat Gujarat)

ગાંધીનગર: ગુજરાતમાં વરસાદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની આ સિઝનમાં અત્યાર સુધી 42 લોકોના મોત થયાંનું સરકારના હવાલેથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં 250 પશુઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. મૃતકોને સરકાર તરફથી નિયમ અનુસાર વળતર પણ ચૂકવવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદને પરિણામે ૪૫ વ્યક્તિઓનું રેસ્ક્યુ અને ૩૯૮ વ્યક્તિઓને સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.

મહત્વપૂર્ણ છે કે, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, વલસાડ, ગીર સોમનાથ, રાજકોટ સહિત ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યના SEOC ખાતે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ગઈકાલે શુક્રવારે સાંજે 6 કલાક સુધીમાં રાજ્યમાં સરેરાશ 328 મી.મી વરસાદ વરસ્યો. રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી હાઈ એલર્ટ પર ૧૩, એલર્ટ પર ૧૧ અને વોર્નિંગ પર ૧૬ ડેમ છે. રાજ્યના ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાનો ૩૬.૬૨ ટકા જેટલો પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવરમાં ૫૪.૯૪ ટકા જેટલો સંગ્રહ થયો છે.

રાજ્ય સરકાર દ્વારા વરસાદની પરિસ્થિતિનું SEOC ખાતેથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ ૨૪ x ૭ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર કાર્યરત છે. રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરોને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ એન.ડી.આર.એફ.ની કુલ ૧૦ ટીમો, એસ.ડી. આર.એફ.ની કુલ ૨૦ ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૫ એન.ડી. આર.એફ.ની ટીમો રીઝર્વ રાખવામાં આવી છે.

રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદને લીધે કુલ ૪૫ વ્યક્તિઓનો રેસ્ક્યુ તથા ૩૯૮ વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં થયેલ ભારે વરસાદના પરિણામે રાજ્યના ૫૭ ગામો અસરગ્રસ્ત છે. રાજ્યના ૦૯ સ્ટેટ હાઇવે, પંચાયતના ૧૭૪ રસ્તાઓ તથા અન્ય ૨૬ રસ્તાઓ મળી કુલ ૨૦૯ રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદને પરિણામે ૩૫૯ ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી જે પૈકી ૩૧૪ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે તથા ૪૫ ગામોમાં કામગીરી પ્રગતિમાં છે. વરસાદની પરિસ્થિતિ દરમિયાન પેનિક ન થઈ કાળજી રાખવા તેમજ તંત્રને સહયોગ આપવા શ્રી પાંડેએ રાજ્યના નાગરિકોને અપિલ કરી હતી.

રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.

રાહત કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી 13 હાઈ એલર્ટ પર છે, જ્યારે ૧૧ અને વોર્નિંગ પર ૧૬ જળાશયો છે. રાજ્યના ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ ૨,૦૫,૧૨૨ એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ ક્ષમતાનો ૩૬.૬૨ ટકા જેટલો છે. સરદાર સરોવરમાં ૧,૮૩,૫૩૨ એમ.સી.એફ.ટી જેટલો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના ૫૪.૯૪ ટકા જેટલો છે.

  1. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : જળાશયો છલકાતા ગામડાઓમાં જળબંબાકાર, રેડ એલર્ટ યથાવત - Junagadh Weather Update
  2. દ્વારકા જિલ્લામાં બારે મેઘ ખાંગા, જિલ્લાના ઘણા ગામડાઓ વચ્ચે માર્ગ વ્યવહાર ખોરવાયો, નદીઓ ગાંડીતૂર - Heavy rain in Devbhoomi Dwarka

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.