વાપી: રવિવારે સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. વરસાદી માહોલને પગલે જનજીવન ઠપ્પ થયું છે. અને અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓ વેઠવાની નોબત આવી છે. વલસાડ જિલ્લામાં રવિવારે સવારના 6 વાગ્યાથી નોંધાયેલ વરસાદની વિગતો જોઈએ તો વલસાડ તાલુકામાં 3.5 ઈંચ, ધરમપુર તાલુકામાં 02 ઈંચ, પારડી તાલુકામાં 1.5 ઈંચ, કપરાડા તાલુકામાં 02 ઈંચ, ઉમરગામ તાલુકામાં 01 ઈંચ અને વાપી તાલુકામાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
![પાણી ભરાવાથી વાહનવ્યવહારને અસર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-06-2024/gj-dmn-03-heavy-rain-video-gj10020_30062024150334_3006f_1719740014_641.jpg)
પાછલા 6 કલાકમાં વાપીમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. પરંતુ સીઝનના સૌથી વધુ વરસેલા વરસાદની વિગતોમાેં ઉમરગામ તાલુકામાં સિઝનનો કુલ 17 ઈંચ વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં જેમકે વલસાડ તાલુકામાં 13.5 ઈંચ, ધરમપુરમાં 10 ઈંચ, પારડીમાં 7.5 ઈંચ, કપરાડામાં 12.5 ઈંચ, વાપીમાં 13.5 ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે.
![વાપીમાં 4.5 ઈંચ પડેલ વરસાદથી ગરનાળુ પાણીમાં તરબોળ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-06-2024/gj-dmn-03-heavy-rain-video-gj10020_30062024150334_3006f_1719740014_839.jpg)
રવિવારે વરસેલા વરસાદને કારણે વાપીના અનેક વિસ્તારો પાણીમાં તરબોળ થયા હતાં. જેમાં રેલવે ગરનાળામાં પાણી ભરાતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ગરનાળાની નજીકમાં પસાર થતા હાઇવે નંબર 48 પરના બલિઠા પાસે પણ પાણી ભરાયા હતાં. જેને કારણે હાઇવે પર પસાર થતા વાહનોના આવાગમનને અસર પહોંચી હતી. વાપી આસપાસના વિસ્તારમાં વરસેલા ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા હતાં.
![પાણી ભરાવાથી વાહનવ્યવહારને અસર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-06-2024/gj-dmn-03-heavy-rain-video-gj10020_30062024150334_3006f_1719740014_576.jpg)
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લા સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ રવિવારે વરસાદ વરસ્યો હતો. જો કે વાપી તાલુકામાં અને વલસાડ તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતાં. જ્યારે બાકીના વિસ્તારમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. આ સામાન્ય વરસાદમાં પણ ઉમરગામમાં બ્રિજ આસપાસ પાણી ભરાતા લોકો મુશ્કેલી વેઠતા નજરે પડ્યા હતાં.