અમદાવાદ: રાજ્યમાં PM પીએમ મોદીના આગમન પહેલા અજાણ્યા શખ્સે ફેક ઇમેઇલ આઇડી બનાવી ગાંધીનગર સહિત અલગ અલગ એજન્સી અને સરકારી કચેરીઓમાં મેઇલ કર્યા હતા. ધમકીમાં ભારતમાં 26/11 જેવા બ્લાસ્ટ ફરીથી થશે તેમજ સરકારી બિલ્ડીંગોને ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ કર્યો હતો. જેને લઈને તેને લઇને એટીએસે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોધાવી હતી.
26/11 જેવા બ્લાસ્ટની આપી હતી ધમકી: 6 માર્ચે એટીએસ સહિતની એજન્સીનોને મેઇલ કરીને ધમકી આપી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે હવે આખા દેશમાં 26/11 જેવા બ્લાસ્ટ ફરીથી થવાના છે. મારા આતંકવાદીઓ તૈયાર છે. તાકાત હોય તો રોકી દેજો, સાથે જ તેણે સરકારી બિલ્ડીંગો ઉડાવી દેવાની ધમકી આપી હતી. જે બાદ એટીએસ, એનઆઇએ સહિતની એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી.
એટીએસ અને સાયબર ક્રાઇમે ટેકનિકલ એનાલીસીસના આધારે મેઇલ કરનાર શખ્સને ઓરિસ્સાથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ 28 વર્ષીય જાવેદ સલામુ ઉર્ફે સલામત અંસારી તરીકે થઈ છે. આરોપી ગેરેજમાં કાર પેઇન્ટિંગ અને પોલિસિંગનું કામ કરતો હતો. આરોપી પોતાને આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે તે લોકોને બતાવવા માટે ડોન દાઉદ અને આતંકવાદી ઓસામા બિન લાદેનના ફોટા સાથે તેના ફોટા એડિટ કરીને સોશિયલ મીડિયા પર મૂકતો હતો તેમજ ઇન્ટરનેશનલ ટેરેરિસ્ટ નામનું ફેક આઇડી પણ બનાવ્યુ હતું. હાલમાં આરોપીની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.