તાપી: કોલકાત્તામાં સમગ્ર દેશને હચમચાવી દેનારી ઘટના બનવા પામી છે. ટ્રેની ડોક્ટર પર દાખવવામાં આવેલ અમાનુષી બળાત્કાર તેની હત્યા કરી દેવામાં આવી હતી જેના વિરોધમાં સમગ્ર દેશના ડોક્ટરો આનો વિરોધ કરી રહ્યા છે.ત્યારે મેડિકલ એસોસિયેશન દ્વારા તાપી જિલ્લામાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખીને ઓપીડી સેવા બંધ રાખી વિરોધ કરવામાં આવશે. આ વેળાએ મહિલા તબીબ સહિતના આરોગ્ય સાથે જોડાયેલ લોકોની સુરક્ષા વધારવામાં આવે અને ભવિષ્યમાં કલકત્તાની ઘટના નું પુનરાવર્તન ન થાય તે ઉદ્દેશ્યથી આવેદન આપવામાં આવ્યું હતું. સાથે ગુનેહગારોને સખતમાં સખત સજા થાય તેવી પણ આવેદનમાં માંગ કરવામાં આવી હતી.
ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો: ન્યાયની માંગ સાથે મેડિકલ એસોસિયેશન દ્વારા હોસ્પિટલોમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી ઓપીડી સેવા બંધ કરાતા દર્દીઓઓને હાલાકી ભોગવવી પડી રહી છે. પરંતુ ડોક્ટરો હોસ્પિટલમાં હાથે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવીને કામગીરી કરી રહ્યા છે. આ સાથે કલકત્તામાં બનેલી ઘટનાને લઈ દેશભરના લોકોને પણ તેમના સાથે જોડાવા અને દોષિતોને વહેલી તકે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના સેક્રેટરી ડૉ. અંકિત ભારતીએ જણાવ્યું હતું કે, આજે તાપી જિલ્લાના જેટલા પણ મેડિકલ એસોસિએશન છે તે બધા કલકત્તામાં બનેલી દુઃખદ ઘટનાના વિરોધમાં ભેગા થયા છે. આ સાથે સરકારને આવેદન આપ્યું છે કે, ખાસ કરીને મહિલા તબીબની સુરક્ષા જે સરકારના હાથમાં છે. મહિલાઓની સુરક્ષાને સુનિશ્ચિત કરીએ.
ઓપીડી બંધ કરીને ઇમરજન્સી સેવા ચાલુ રખાઇ: આ ઉપરાંત સેક્રેટરીએ જણાવ્યું હતું કે, આજે આપણે આજે સમાજ તરીકે જવાબદાર થઈએ જેને લઇને મહિલા તબીબ અને ઇન્ડિયાના તબીબો નિશ્ચિત થઇને તેમની સેવા આપી શકે. આના વિરોધમાં 24 કલાક સુધી જેટલી પણ પ્રાઇવેટ હોસ્પિટલ છે જેની ઓપીડી બંધ કરી ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે અને સરકારી હોસ્પિટલ અને જેટલા પણ PHC સેન્ટર પર તબીબો હાથમાં કાળી પટ્ટી બાંધી સારવાર ચાલુ રહેશે. આ ઘટનાને લઇ મહિલા તબીબ બીમિતા સુરતીએ જણાવ્યું હતું કે, કલકત્તામાં ડૉક્ટર યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાની જે ઘટના બની છે જે આખા દેશ માંટે લાંછન રૂપ છે.
ગુનેહગારોને સજા થાય તેવી અપીલ: મહિલા તબીબે જણાવ્યું કે, અમે આજે ડૉક્ટર તરીકે નહી પરંતુ મહિલા તરીકે આજે ભેગા થયા છીએ. આ સાથે અમે અપીલ કરવા માંગીએ છીએ કે આવા ગુનાઓ, આવી હત્યાઓ દેશભરમાં વારંવાર બનતા રહે છે.આવી ઘટનાઓ સામે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે અને ગુનેહગારને તાત્કાલિક સજા કરવામાં આવે તેવી મારી અપીલ છે. દેશ તો આઝાદ થયો પણ મહિલાઓ ક્યારે આઝાદ થશે. બળાત્કારીઓને યોગ્ય સજા થાય તે માટેના કાયદાઓ કડકમાં કડક બને તેવી મારી સરકારને અપીલ છે.