સુરત: શહેરમાં રહેતી માત્ર 15 મહિનાની મનશ્રીએ 20થી વધુ વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજનું સરળતાથી અનુસરણ કરી એટલે કે મીમીક્રી કરી માત્ર 87 સેકેંડમાં જ વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

મનશ્રી કાઢે છે 20થી પણ વધુ પ્રાણી પક્ષીના અવાજ: માત્ર 15 મહિનાની મનશ્રીએ વલ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. 15 મહિનાની મનશ્રી રાવલને જોઈને કોઈને વિશ્વાસ ન થાય કે, તેણે વર્લ્ડ રેકોર્ડમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે. મનશ્રી 20થી પણ વધુ વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજનું સરળતાથી અનુસરણ એટલે કે મીમીક્રી કરી શકે છે. જ્યારે પણ તેને વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓનાં નામ આપવામાં આવે છે, ત્યારે તે તેનો અવાજ કાઢીને બતાવે છે. અને આશ્ચર્યની બાબત તો એ છે કે પૂછતાની સાથે ગણતરીની સેકન્ડમાં જ તે અવાજ કાઢીને બતાવે છે.

માનશ્રી તમામને ખૂબ જિજ્ઞાસાથી જોય: આ બાબતે મનશ્રીની માતા જાનકી રાવલે જણાવતા કહ્યું હતું કે, "મારી દીકરીને તેની દાદી રોજ સોસાયટીની બહાર ફરવા લઈ જાય છે. અહીં સોસાયટીના ગાર્ડનમાં અનેક પક્ષીઓ અને પ્રાણીઓ આવતાં હોય છે. અને માનશ્રી તમામને ખૂબ જિજ્ઞાસાથી જોય છે અને સાંભળે છે. ઉપરાંત તેના દાદી પણ ખૂબ પ્રેમથી તેણે પ્રાણીઓ અને તે કેવી રીતે આવાજ કરે છે તે બતાવે છે. અને ધીરે ધીરે એવું થયું કે મનશ્રીને પ્રાણીના નામ બોલતા નથી આવડતા પણ તે તેમના અવાજ કાઢીને બતાવે છે. ઉદાહરણ તરીકે બિલાડી તો મિયાઉ....મિયાઉ.... એમ બોલે છે.

માત્ર 9 મહિનાની હતી ત્યારથી શીખે છે: તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, "તે બાદ અમને અનુભૂતિ થઈ કે, અમારી દીકરી ઝડપથી પ્રાણીઓના અવાજનું અનુસરણ કરી શકે છે જેથી અમે ટેબલેટમાં બધા પ્રાણીઓ ફોટો બતાવવાતા અને તેનો તેમના અવાજ સંભળાવતા, અને માત્ર એક જ મહિનામાં માનશ્રીએ બધા જ પ્રાણીઓના અવાજોનું અનુસરણ કરતી થઈ ગઈ હતી." તમને જણાવી દઈએ કે માનશ્રીએ જ્યારે આ બધુ શીખ્યું ત્યારે તેની ઉમર માત્ર 9 મહિનાની હતી. હવે તે ધીરે ધીરે બધા જ પ્રાણીઓના અવાજનું અનુસરણ કરતી થઈ ગઈ છે.

પ્રાણીઓના ફોટા ટેબમાં કે ફોનમાં બતાવતા: વલ્ડ રેકોર્ડ વિશે વાત કરતાં માનશ્રીની માતાએ જણાવ્યું કે, જ્યારે અમે વર્લ્ડ રેકોર્ડ માટે માનશ્રીનું નામ એપ્લાય કર્યું ત્યારે ત્યાંના રૂલ્સ પ્રમાણે અમુક સેકન્ડમાં માનશ્રીએ આ આવાજ કાઢવા જોઈએ તેમ જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત માનશ્રી ખૂબ નાની છે આ ઉમરે બાબળકો ખૂબ ચંચળ હોય છે તેથી તેને એક જગ્યાએ બેસાડી રાખવું એ અમારા માટે ખૂબ મોટો ટાસ્ક હતો. આથી અમે તેને પ્રાણીઓના ફોટા ટેબમાં કે ફોનમાં બતાવતા હતા જેથી તે એ વસ્તુને ધ્યાનથી અને જિગણસ સાથે જોતી.

બાળકોના હાથમાં મોબાઈલ ચિંતાનો વિષય: બાળકો અને ફોન વિશે વાત કરતાં માનશ્રીની માતાએ જણાવ્યું કે, "આજે માતા-પિતા પોતપોતાની રીતે બાળકોને ટ્રેન કરતા હોય છે. અને એ થાવું પણ જોઈએ પરંતુ આજે નાના બાળકોના હાથમાં મોબાઈલ જોવા મળી રહ્યું છે. જે ભવિષ્ય માટે ચિંતાને વિષય પણ છે. આનાથી બાળકોને રિલ્સ અને કાર્ટૂન જોવાની આદત થઈ જાય છે. પરંતુ જો આપણે ટેકનોલોજીનો સારો ઉપયોગ કરીને બાળકોને અનેક રીતે કંઈક નવું શીખવાડીએ તો તેના જીવનમાં લાભદાયક થઇ શકે છે."