ETV Bharat / state

અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરી પહીંદ વિધિ, નગરચર્યા માટે કરાવ્યું પ્રસ્થાન - CM in jagannath rathyatra 2024

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજરોજ સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યો. સાથે ગુજરાત તથા સમગ્ર દેશમાં કાયમ સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે તેવી પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના કરી હતી. જાણો. CM in jagannath rathyatra 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 7, 2024, 9:43 AM IST

અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરી પહીંદ વિધિ
અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરી પહીંદ વિધિ (Etv Bharat Gujarat)
પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું (Etv Bharat Gujarat)

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૭મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સતત ત્રીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું
પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું (Etv Bharat Gujarat)

સોનાની સાવરણીથી પહિંદ વિધિ: ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ૧૪૭મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે ત્રીજી વાર પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને દાયકાઓ જૂની પરંપરા જાળવી રાખી છે. ઉપરાંત કચ્છી નૂતન વર્ષ અવસરે તેમણે સૌ કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.

કચ્છી નૂતન વર્ષ અવસરે ભુપેન્દ્ર પટેલે સૌ કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી
કચ્છી નૂતન વર્ષ અવસરે ભુપેન્દ્ર પટેલે સૌ કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી (Etv Bharat Gujarat)

રથનું નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન: તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રથને નગરચર્યા માટે કરાવ્યું પ્રસ્થાન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રથને નગરચર્યા માટે કરાવ્યું પ્રસ્થાન (Etv Bharat Gujarat)

રથયાત્રાએ લોકઉત્સવ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનના દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, "ગુજરાત તથા સમગ્ર દેશમાં કાયમ સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે તેવી પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના છે. રથયાત્રાના અવસરે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા નીકળે છે. જેનાથી સહુને સુખ અને શાંતિનો અહેસાસ થાય છે." તેમણે રથયાત્રાને સાચા અર્થમાં લોકઉત્સવ ગણાવી હતી.

અન્ય પદાધિકારીઓ - શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા: આ અવસરે મહંત દિલિપદાસજી, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના ધારાસભ્યો અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈન તેમજ ભાજપ અગ્રણીઓ અને અન્ય પદાધિકારીઓ - શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

  1. અમદાવાદની 147 મી રથયાત્રા વિધિવત પરંપરા અને ઇતિહાસ, જાણો - Jagannath Rath Yatra 2024
  2. આણંદથી 1500 કિલો પ્રસાદ સાથે રથ રવાના થશે અમદાવાદ, 91 વર્ષથી કાર્યરત પરિવાર કરે છે સંપૂર્ણ તૈયારી - Jagannath Rath Yatra 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.