કચ્છ: આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. જેમાં કચ્છ જીલ્લાના પરિણામની વાત કરવામાં આવે તો જીલ્લાનું પરિણામ 85.31 ટકા જાહેર કરવામાં આવ્યું. ગત વર્ષે કચ્છનું પરિણામ 68.71 ટકા હતું, જ્યારે આ વર્ષે 16.6 ટકા જેટલું ઊંચું પરિણામ નોંધાયું છે. રાજ્યમાં કચ્છ જીલ્લાએ 19મો ક્રમાંક મેળવ્યો છે.
જીલ્લાનું 85.31 ટકા પરિણામ: કચ્છ જીલ્લામાંથી કુલ 18856 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા માટે નોંધાયા હતા, જે પૈકી 18741 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જીલ્લામાં 423 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 1992 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. 3330 જેટલા વિદ્યાર્થીઓએ B1, 4333 વિદ્યાર્થીઓએ B2, 3914 વિદ્યાર્થીઓએ C1, 1885 વિદ્યાર્થીઓએ C2, 109 વિદ્યાર્થીઓએ D, 2 વિદ્યાર્થીઓએ E1*, 1856 વિદ્યાર્થીઓએ E1 અને 897 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો છે.
100 શાળાઓનું 100 ટકા પરિણામ: કચ્છમાં 18741 વિદ્યાર્થીઓ પૈકી 14.69 ટકા એટલે કે 2753 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. અને કુલ 15988 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જીલ્લામાં ગત વર્ષે 0 ટકા પરિણામ મેળવનારી 8 શાળાઓ હતી, જ્યારે આ વર્ષે 3 જેટલી શાળાનું પરિણામ 0 ટકા જેવું રહ્યું છે. તો ગત વર્ષે 100 ટકા પરિણામ મેળવનારી શાળાઓ 14 જેટલી જ હતી જ્યારે આ વર્ષે 100 જેટલી શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે.તો ગત વર્ષે 30 ટકાથી ઓછા પરિણામવાળી 23 શાળાઓ હતી જ્યારે આ વર્ષે 5 જેટલી શાળાઓએ 30 ટકાથી ઓછું પરિણામ મેળવ્યું છે.
કચ્છ જીલ્લામાં કેન્દ્રવાર પરિણામ:
આદિપુર: 86.93 ટકા
અંજાર: 82.79 ટકા
ભુજ: 89.48 ટકા
કોઠારા: 72.73 ટકા
ગાંધીધામ: 83.58 ટકા
માંડવી: 88.04 ટકા
ભચાઉ: 83.25 ટકા
રાપર: 86.45 ટકા
નખત્રાણા: 84.75 ટકા
નલિયા: 79.14 ટકા
પાનધ્રો: 80.50 ટકા
મુન્દ્રા: 86.10 ટકા
ખાવડા: 64.50 ટકા
ગઢશીશા: 82.70 ટકા
દયાપર: 72.70 ટકા
માધાપર: 91.22 ટકા
કોડાય પુલ: 93.70 ટકા
કેરા: 89.23 ટકા
ભુજપુર: 86.30 ટકા
ભુજોડી: 91.81 ટકા
માનકુવા: 90.54 ટકા
કોટડા: 85.38 ટકા
આડેસર: 77.32 ટકા
સામખિયાળી: 78.82 ટકા
ઢોરી: 86.88 ટકા
મોથાળા: 90.07 ટકા
બિદડા: 86.14 ટકા
કટારીયા: 89.10 ટકા
વિથોણ: 86.16 ટકા
રતનાલ: 86.42 ટકા
કુકમા: 91.22 ટકા
ફતેહગઢ: 91.02 ટકા
ગાગોદર: 77.71 ટકા
મનફરા: 70.35 ટકા
લાકડીયા: 68.99 ટકા
બાલાસર: 98.44 ટકા
ઝરપરા: 95.16 ટકા