ETV Bharat / state

જામનગરમાં 10,000 લોકોએ ડિજિટલ આરતી કરી, જુઓ ખોડલધામ નવરાત્રી મહોત્સવના ડ્રોન દ્રશ્યો

જામનગરમાં ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં 10,000 થી વધુ લોકોએ ફ્લેશ લાઈટથી માતાજીની ડિજિટલ આરતી કરી હતી. મન મૂકીને ખેલૈયોએ ગરબાની રમઝટ બોલાવી હતી.

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

જામનગરમાં ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં 10,000 થી વધુ લોકોએ ફ્લેશ લાઈટથી ડિજિટલ આરતી કરી
જામનગરમાં ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં 10,000 થી વધુ લોકોએ ફ્લેશ લાઈટથી ડિજિટલ આરતી કરી (Etv Bharat Gujarat)

જામનગર : નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. ત્યારે જામનગરમાં ખોડલધામ નવરાત્રી ઉત્સવમાં ડિજિટલ આરતી કરવામાં આવી હતી. જેમાં 10,000 થી વધુ લોકોએ મોબાઇલની ફ્લેશ લાઈટ વડે માતાજીની ડિજિટલ આરતી કરી હતી. જ્યારે સમગ્ર ગ્રાઉન્ડમાં માતાજીની આરતી ચાલી રહી હતી અને બીજી તરફ અસંખ્ય મોબાઇલની ફ્લેશલાઇટથી ડિજિટલ આરતીનો નજારો જોવા મળ્યો હતો.

છેલ્લા 7 વર્ષથી ખોડલધામ નવરાત્રીનું આયોજન

જામનગરમાં છેલ્લા 7 વર્ષથી વધુ સમયથી ખોડલધામ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના જામનગર સહિત રાજ્યના 37 જગ્યાએ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ખોડલધામ નવરાત્રીનું આયોજન જામનગર સમિતિ દ્વારા કરવામાં આવે છે.

જેમાં જામનગરમાં રહેતા લેઉવા પટેલ સમાજના યુવાનો સહિત વડીલોને પારિવારિક માહોલમાં નવરાત્રી પર્વની ઉજવણી કરી ગરબે રમી શકે તેવી તમામ સુવિધા સાથે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ નવરાત્રી ઉત્સવ દરમિયાન એકઠું થતું આર્થિક ફંડ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા બનાવવામાં આવી રહેલી કેન્સર હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવે છે.

ખોડલધામ નવરાત્રી મહોત્સવની વિશેષતા

  1. ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં સૌ પ્રથમ માતાજીની 8-30 કલાકે દરરોજ સમયસર આરતી કરવામાં આવે છે. ત્યારબાદ 9:00 વાગ્યાથી ગરબાની રમઝટ શરૂ કરવામાં આવે છે અને રાત્રિના 12:00 વાગ્યા સુધી માતાજીની આરાધના કરી ખેલૈયો ગરબે ઘૂમે છે. ત્યારબાદ રાષ્ટ્રને સમર્પિત વંદે માતરમનું રાષ્ટ્રભક્તિ ગાન કરવામાં આવે છે.
  2. 1,30,000 ફૂટ જેટલું વિશાળ ગ્રાઉન્ડમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં માતાજીની સ્થાપના કરવામાં આવી છે અને દરરોજ અલગ અલગ થીમ પર માતાજીનો શણગાર કરવામાં આવે છે.
  3. ગ્રાઉન્ડમાં એકી સાથે 5,000 થી વધુ ખેલૈયાઓ ગરબે રમતા હોય છે અને ગરબાની રમઝટ બોલાવતા હોય છે. ત્યારે ખાસ કરીને બેઠક વ્યવસ્થામાં પણ હજારોની સંખ્યામાં લોકો ગરબા નિહાળી રહ્યા હોય છે.
  4. આ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં 400 થી વધુ સ્વયંસેવકો દરરોજ અલગ અલગ સમિતિઓમાં સેવા આપે છે.
  5. સંપૂર્ણ ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવે છે. તેમજ ખાસ સિક્યુરિટી ગોઠવવામાં આવી છે અને આરોગ્યનું ખાસ ધ્યાન રાખતાની સાથે એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે.
  6. નવરાત્રીમાં આવતા લોકો માટે ખાસ અલગ અલગ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં મોટરસાયકલ અને મોટરકાર પાર્ક થઈ જાય તેવી ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
  7. ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં ખેલૈયો અને લોકો ગરબા નિહાળી રહ્યા હોય છે. ત્યારે તમામ લોકો માટે પીવાના પાણીની પણ ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. આબિયાણા ગામે રમાય છે અનોખી પ્રાચીન નવરાત્રિ: અહીં વર્ષોથી ફક્ત પુરુષો જ ગાય છે ગરબા
  2. PM મોદીએ લખ્યો 'આજ મારી જગદંબા આવતી કળાય...' ગરબો, પાંચમા નોરતે શેર કર્યો વીડિયો - PM Modi Wrote Aavati Kalay Garbo

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.