કરછ: પશ્ચિમ કચ્છના નલિયા તાલુકાના કોઠારાના દરિયાઈ વિસ્તારમાંથી કોઠારા પોલીસને મહત્વની સફળતા મળી છે. નલિયા વિસ્તારના ઘડુલી-પિંગલેશ્વરના દરિયામાંથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. દરિયાઈ મોઝામાં તરી આવીને બાવળની ઝાડીમાં છુપાયેલ ચરસના 10 પેકેટ પોલીસે કબ્જે કર્યા છે.ચરસના આ 10 પેકેટની અંદાજિત કિંમત 5.34 કરોડની આંકવામાં આવી રહી છે.
આ દરિયાઈ વિસ્તારમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે.તેમજ મળી આવેલા ચરસના 10 પેકેટના FSL રીપોર્ટ માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, નલિયાના દરિયાઈ વિસ્તારમાં અગાઉ પણ બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટો મળી આવ્યા હતા. આ વિસ્તાઓમાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.