ETV Bharat / state

સોમનાથના ધામળેજ દરિયાકાંઠા પરથી બિનવારસી ચરસ મળ્યું, બજાર કિંમત પાંચ કરોડથી પણ વધુ - Gir Somnath Drug

કચ્છ, દ્વારકા અને પોરબંદર બાદ હવે સોમનાથ જિલ્લામાં ચરસનો જથ્થો મળી આવવાની ઘટના સામે આવી છે. ધામળેજના દરિયાકાંઠા વિસ્તારમાંથી પાંચ કરોડ કરતાં વધુ કિંમતનો બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો છે. charas found from Dhamlej beach of Somnath

બિનવારસી ચરસ મળ્યું
બિનવારસી ચરસ મળ્યું (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 2, 2024, 7:34 AM IST

ધામળેજ દરિયાકાંઠા પરથી બિનવારસી ચરસ મળ્યું (ETV Bharat Reporter)

ગીર સોમનાથ : સોમનાથ પોલીસે ધામળેજના દરિયાકાંઠા વિસ્તારમાંથી પાંચ કરોડ કરતાં વધુ કિંમતનો બિનવારસી ચરસનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે દરિયાકાંઠા વિસ્તારમાં તપાસ કરતા અહીંથી માતબર 10 કિલોગ્રામ બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેનો કબજો કરીને પોલીસે સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.

સોમનાથમાં ડ્રગની હેરાફેરી : આજે સોમનાથ SOG અને LCB પોલીસને મળેલી પૂર્વ બાતમી મળી હતી કે, સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામના દરિયાકાંઠા વિસ્તારમાં શંકાસ્પદ નશાકારક પદાર્થ પડ્યો છે. આ વિગતો મળતા અહીં પોલીસની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસને દરિયાકાંઠા વિસ્તારમાંથી 10 કિલો કરતાં વધુ ચરસના પેકેટો મળી આવ્યા હતા. તેની બજાર કિંમત પાંચ કરોડ કરતાં વધારે થવા જાય છે. શંકાસ્પદ ચરસનો જથ્થો કબજે કરીને સમગ્ર મામલામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસ : સમગ્ર મામલામાં પોલીસ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ચરસ દરિયાકાંઠા પર કઈ રીતે પહોંચ્યું ? કોણ લાવ્યું અને સમગ્ર મામલામાં આંતરરાષ્ટ્રીય કનેક્શન જોડાયું છે કે કેમ, તે પણ પોલીસ તપાસનો વિષય બની શકે છે. પરંતુ જે રીતે ખૂબ મોટા પ્રમાણમાં નશાકારક પદાર્થ પકડવામાં પોલીસને સફળતા મળે છે, તે સારી વાત છે. પરંતુ નશાનો કારોબાર દરિયાકાંઠા વિસ્તારમાં સતત વિસ્તરતો જાય છે, તે બાબત પણ હવે ચિંતાજનક બની રહે છે.

ચરસ મળવાની ઘટનાઓ : અગાઉ પણ સોમનાથના દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસના પેકેટો બિનવારસી હાલતમાં મળી આવવાની ઘટના સામે આવી હતી. ગત વર્ષે વેરાવળ બંદર પરથી પણ ખૂબ મોટા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માછીમારોની જાગૃતિ અને પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં કેટલાક હેન્ડલરો આજે પણ પોલીસ પકડમાં છે. ત્યારે સુત્રાપાડા તાલુકાના ધામળેજ બંદર પરથી પાંચ કરોડ કરતાં વધુ કિંમતનું ચરસ બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

  1. શંકાસ્પદ અનાજ પકડવા પાડેલી રેડમાં મળી આવ્યો વિદેશી દારુનો જથ્થો
  2. બોટમાંથી ઝડપાયો દારુ , નશાકારક પદાર્થોની હેરફેર માટે કુખ્યાત થતું વેરાવળ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.