પૂણે: ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં 113 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. શનિવારે ન્યૂઝીલેન્ડે ભારતને જીતવા માટે 359 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ભારતીય ક્રિકેટ ટીમ માત્ર 245 રન જ બનાવી શકી હતી. આ હાર બાદ ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આ હાર સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં ભારતના મહત્વના પોઈન્ટ ઘટી ગયા છે. હવે ભારતના ડબલ્યુટીસી પોઈન્ટ પીસીટી 68.06 થી ઘટીને 62.82 થઈ ગયા છે, જે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા કરતા માત્ર નજીવો વધારે છે જેમનું પીસીટી 62.5 છે. ભારતે આ ચક્રમાં હજુ છ વધુ મેચ રમવાની છે, એક ન્યુઝીલેન્ડ સામે અને પાંચ ઓસ્ટ્રેલિયા સામે.
ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ, 13 ટેસ્ટમાં ભારતના પોઈન્ટ્સ ટકાવારી (PCT) 74.24 થી ઘટીને 68.05 થઈ ગઈ છે. જો કે, ભારત હજુ પણ ટેબલમાં ટોચ પર છે અને ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે.
જીત બાદ પાકિસ્તાનની સ્થિતિમાં સુધારો થયો:
ઈંગ્લેન્ડના બેટ્સમેનોની બેઝબોલ વ્યૂહરચના પાકિસ્તાનના અનુભવી સ્પિનરો નોમાન અલી અને સાજિદ ખાન સામે ટકી શકી ન હતી. પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં 9 વિકેટે શાનદાર જીત હાંસલ કરી છે. આ સાથે જ પાકિસ્તાને શ્રેણી પર કબજો કરી લીધો છે. પાકિસ્તાને ત્રણ વર્ષમાં પ્રથમ વખત ઘરની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી, તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25ની અંતિમ રેસમાં લઈ ગઈ.
બેન સ્ટોક્સની ઈંગ્લેન્ડ WTC ફાઈનલ રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. તે 40.790ની જીતની ટકાવારી સાથે છઠ્ઠા સ્થાને છે. તેઓ વર્તમાન ચક્ર દરમિયાન રમાયેલી 19માંથી 9 ટેસ્ટ હારી છે. જો તેઓ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી જીતી જશે તો પણ ફાઇનલમાં જગ્યા બનાવી શકશે નહીં. આઠમા ક્રમે રહેલું પાકિસ્તાન 10 ટેસ્ટમાં ચોથી જીત બાદ સાતમા સ્થાને આવી ગયું છે. તેની જીતની ટકાવારી 33.330 છે.
A tough loss for #TeamIndia in Pune.
— BCCI (@BCCI) October 26, 2024
Scorecard ▶️ https://t.co/YVjSnKCtlI #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/PlU9iJpGih
ટોચનું સ્થાન ભારતનું છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ છે. બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ ટેબલમાં આઠમા અને નવમા સ્થાને છે. જો ભારત સતત ત્રીજી વખત WTC પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા ઈચ્છે છે, તો તેણે તેની બાકીની મેચોમાં 5 જીત નોંધાવવી પડશે.
આ પણ વાંચો: