દાંબુલા (શ્રીલંકા): ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને નેપાળ વચ્ચે મંગળવારે અહીંના રંગિરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ મેચમાં ભારતે નેપાળને 82 રને હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે મહિલા એશિયા કપ 2024ની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારત આ ટૂર્નામેન્ટમાં હજુ પણ અજેય છે અને તેની ત્રણેય મેચ જીતીને પાકિસ્તાન અને UAE બાદ આજે નેપાળને હરાવ્યું છે.
3⃣ wins in a row!#TeamIndia complete a 82-runs victory over Nepal 👏👏
— BCCI Women (@BCCIWomen) July 23, 2024
Scorecard ▶️ https://t.co/PeRykFLdTV#WomensAsiaCup2024 | #ACC | #INDvNEP pic.twitter.com/rORFk7zaHQ
𝙄𝙣𝙩𝙤 𝙩𝙝𝙚 𝙎𝙚𝙢𝙞𝙨!#TeamIndia continue their winning run in #WomensAsiaCup2024 👏👏
— BCCI Women (@BCCIWomen) July 23, 2024
Scorecard ▶️ https://t.co/PeRykFLdTV#ACC | #INDvNEP pic.twitter.com/8Eg77qAJOt
નેપાળને હરાવી ભારત સેમીફાઈનલમાં: નેપાળ સામેની મેચમાં નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌરને આરામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આજે ટીમની કમાન સ્મૃતિ મંધાનાના હાથમાં હતી. મંધાનાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર શેફાલી વર્મા (81) અને દયાલન હેમલતા (47) દ્વારા પ્રથમ વિકેટ માટે કરવામાં આવેલી 122 રનની ભાગીદારીને કારણે ભારતે 3 વિકેટના નુકસાન પર 178 રન બનાવ્યા હતા.
ભારત દ્વારા આપવામાં આવેલા 179 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર માત્ર 96 રન જ બનાવી શકી અને 82 રનના વિશાળ અંતરથી મેચ હારી ગઈ. નેપાળ તરફથી ઓપનર બેટ્સમેન સીતા રાણા મગર (18) સૌથી વધુ સ્કોરર રહી હતી. જ્યારે ભારત તરફથી સ્ટાર સ્પિનર દીપ્તિ શર્માએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. અરુંધતી રેડ્ડી અને રાધા યાદવને પણ 2-2 સફળતા મળી છે.
For her opening brilliance of 81 off just 48 deliveries, @TheShafaliVerma becomes the Player of the Match 👏👏
— BCCI Women (@BCCIWomen) July 23, 2024
Scorecard ▶️ https://t.co/PeRykFLdTV#Teamindia | #WomensAsiaCup2024 | #ACC | #INDvNEP pic.twitter.com/vrXz9Mhoar
શેફાલી વર્મા બની પ્લેયર ઓફ ધ મેચ: ઓપનર બેટ્સમેન શેફાલી વર્મા નેપાળ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીતની હીરો હતી. તેણે નેપાળના બોલરોને સખત ક્લાસ આપ્યો અને 48 બોલમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 81 રનની શાનદાર ઇનિંગ રમી. આ તોફાની ઇનિંગ માટે શેફાલીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
Team India's unbeaten run continues as they book their semi-final spot with a thumping win 🇮🇳#WomensAsiaCup2024 #ACC #HerStory #INDWvNEPW pic.twitter.com/yzTXSUNDsE
— AsianCricketCouncil (@ACCMedia1) July 23, 2024
ભારત 26 મી જુલાઈના રોજ સેમિ-ફાઇનલ-1 રમશે: ભારત ગ્રુપ સ્ટેજની તેની તમામ ત્રણ મેચ જીત્યા પછી ગ્રુપ-એમાં ટોચ પર છે. ભારતનો મુકાબલો સેમી-ફાઇનલ-1માં પોઈન્ટ ટેબલમાં ગ્રુપ Bમાં રનર-અપ (એટલે કે બીજા) સ્થાને રહેલી ટીમ સાથે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી દાંબુલાના આ જ સ્ટેડિયમમાં રમાશે.