ETV Bharat / sports

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો ભવ્ય સન્માન સમારોહ, BCCIએ ₹125 કરોડનો ચેક આપ્યો - team india victory parade

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 7:21 AM IST

Updated : Jul 5, 2024, 7:26 AM IST

T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું સ્વદેશ પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. BCCI દ્વારા મુંબઈમાં ટીમના સન્માનમાં એક ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. team india victory parade in mumbai

ટીમ ઈન્ડિયાનો ભવ્ય સન્માન સમારોહ
ટીમ ઈન્ડિયાનો ભવ્ય સન્માન સમારોહ (ANI Photo)

મુંબઈઃ T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ ગુરુવારે ભારત પરત ફર્યા બાદ વિજય પરેડમાં ભાગ લીધો હતો. ભારતીય ટીમે 'વિજય રથ'માં નરીમાન પોઈન્ટથી મરીન ડ્રાઈવ થઈને મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સુધી રોડ શો કર્યો હતો. આ દરમિયાન લાખો ચાહકોએ મરીન ડ્રાઈવથી વાનખેડે સુધી ટીમ ઈન્ડિયાનું સ્વાગત કર્યું.

વાનખેડે સ્ટેડિયમાં ટીમ ઈન્ડિયા માટે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં BCCI સેક્રેટરી જય શાહ અને પ્રમુખ રોજર બિન્નીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ઈનામી રકમ તરીકે 125 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો.

BCCI ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો:

BCCI સેક્રેટરી જય શાહે ટીમ ઈન્ડિયા માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી. જેનો ચેક શાહ અને રોજર બિન્નીએ ખેલાડીઓને સોંપ્યો હતો.

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ કર્યો જોરદાર ડાન્સ:

T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા અને ડ્રમ પર જોરશોરથી ડાન્સ કર્યો. રોહિત શર્મા અને વિરાટ કોહલી જોરશોરથી ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

વાનખેડે સ્ટેડિયમમાં ભવ્ય સ્વાગત સમારોહ:

ટીમ ઈન્ડિયાની વિજય પરેડ હવે પૂરી થતાં ખેલાડીઓ ભવ્ય સન્માન સમારોહમાં ભાગ લેવા માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા હતાં. અહીં પહોંચતા જ સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોએ સમગ્ર ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

લાખો ક્રિકેટપ્રેમીઓ થયાં અભિભૂત:

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સાથે મળીને T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી ઉપાડી અને મુંબઈમાં તેમની વિજય પરેડ જોવા માટે એકઠા થયેલા લાખો ચાહકોને બતાવી હતી.

ટીમ ઈન્ડિયાના વિજય રથને જોવા લોકો થયાં અધિરા

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ તેમને જોવા માટે વાનખેડે સ્ટેડિયમમાં એકઠા થયેલા લાખો ચાહકોની ભીડને લહેરાવી હતી. ટીમ ઈન્ડિયાનો વિજય રથ જ્યારે મરીન ડ્રાઈવ થઈને વાનખેડે સ્ટેડિયમ તરફ આવી રહ્યો હતો ત્યારે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં

Last Updated : Jul 5, 2024, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.