ETV Bharat / sports

તાપીના આ યુવકે રાઇફલ શૂટિંગની વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું - RIFLE SHOOTER SMIT MORDIA

રાઇફલ શૂટિંગની વર્લ્ડ યુનિવર્સીટી ચેમ્પિયનશિપ 2024ની સ્પર્ધામાં તાપી જિલ્લાના એક યુવકે શાનદાર પ્રદર્શન કરી સિલ્વર મેડલ મેળવ્યો છે. વાંચો વધુ આગળ…

સ્મિત મોરડીયા
સ્મિત મોરડીયા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 11, 2024, 3:48 PM IST

તાપી: બેચલર ઓફ આર્ટ્સમાં અભ્યાસ કરતા સામાન્ય પરિવારના એક યુવકે રાઇફલ શૂટિંગમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી દુનિયાભરમાં ભારતનું નામ ગુંજતું કર્યું છે. ગત દિવસોમાં દિલ્હી ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ 2024ની શૂટિંગની સ્પર્ધામાં સ્મિત મોરડીયા નામના યુવકે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

સ્મિત મોરડીયાએ રાઇફલ શૂટિંગની વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યું. (ETV Bharat Gujarat)

ભારતના માત્ર ત્રણ ખેલાડીઓનો પસંદગી:

નવેમ્બર મહિનામાં દિલ્હી ખાતે રાઇફલ શૂટિંગની વર્લ્ડ યુનિવર્સીટી ચેમ્પિયનશિપ 2024ની સ્પર્ધામાં 33 દેશોની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભારતની યુનિવર્સીટીમાંથી માત્ર ત્રણ ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા હતા, જેમાંથી તાપી જિલ્લામાં અભ્યાસ કરતો 'સ્મિત રમેશભાઈ મોરડીયા'નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્મિતે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની યોજના અંતર્ગત સેન્ટર ઓફ એક્સેલન્સીનો ખેલાડી અને ડી એલ એસ એસ તાપી ખાતે તાલીમ મેળવી આ સિદ્ધિ હાંસલ કરેલ છે. હાલ તે ટીમ ઈન્ડિયા માટે ટ્રાયલ આપી દેશનું નામ વધુ રોશન કરવા માંગે છે.

રાઇફલ શૂટિંગની વર્લ્ડ યુનિવર્સીટી ચેમ્પિયનશિપ 2024
રાઇફલ શૂટિંગની વર્લ્ડ યુનિવર્સીટી ચેમ્પિયનશિપ 2024 (ETV Bharat Gujarat)

સ્મિતે ખેલ મહાકુંભ 2023-24 માં ગોલ્ડ અને ગુજરાત સ્ટેટ 2022-23 માં ગોલ્ડ મેળવી ચુક્યો છે, તેનું કહેવું છે કે 'દરેક સ્પોર્ટ્સ ખુબજ સારી છે પણ તેમાં સિદ્ધિ મેળવવા માટે કઈંક કરી છૂટવાની ભાવના હોવી જોઇએ.'તાપી જિલ્લાના કેટલાક ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર મેડલો જીતીને પોતાની છાપ છોડી છે.

તાપી જિલ્લાના આ રાઇફલ શૂટિંગમાં કોચિંગમાં હાલ 18 પ્લેયર છે, જેમાં 15 પ્લેયર રાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ ચૂક્યા છે. જેમાં 6 ખેલાડીઓ નેશલનલમાં મેડલ જીતી ચૂક્યા છે, સાથે સાથે અહીં નીચા સ્તરેથી લઈને એડવાન્સ ટેકનિકલ ટ્રેનીંગ, યોગા, મેડિટેશન, ફિઝિકલ ટ્રેનીંગ જેવી શૂટિંગ ને લગતી બધી જ તાલીમ આપવામાં આવે છે.

શૂટર સ્મિત મોરડીયા
શૂટર સ્મિત મોરડીયા (ETV Bharat Gujarat)
રાઇફલ શૂટિંગના ખેલાડી સ્મિત મોરડીયા એ જણાવ્યું હતું કે, 'નવી દિલ્હી ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ યોજાય હતી જેમાં મને સિલ્વર મેડલ મળ્યો છે અને ટીમમાં ઇન્ડિયાનો ગોલ્ડ મેડલ મળ્યો છે. આ ચેમ્પિયનશીપમાં 32 દેશો એ ભાગ લીધો હતો. જેમાં કેટલાક રેકોર્ડ હોલ્ડર્શ પ્લેયર હતા તો કેટલાક ઓલમ્પિક પ્લેયર હતા હાલ હું ગુજરાત માં ટોપ પર ચાલુ છે.
શૂટર સ્મિત મોરડીયા
શૂટર સ્મિત મોરડીયા (ETV Bharat Gujarat)

વધુમાં તેણે જણાવ્યું કે, શૂટિંગમાં મારે નાણાકીય તકલીફનો સામનો વધુ કરવો પડ્યો. શૂટિંગમાં જે સાધનો નો ઉપયોગ થાય છે તે બહાર દેશથી લાવવા પડે છે. તો તેમાં રાઇફલની કિંમત ત્રણ થી ચાર લાખ હોય છે, એવામાં મારા મમ્મીએ પોતાના દાગીના વેચીને મને રાઇફલ આપવી હતી. હાલ મારી પાસે વર્લ્ડના બેસ્ટ સાધનો છે.

આ પણ વાંચો:

  1. પોલીસ સાથે મેચ રમવા આવેલા ખેલાડીએ પાકિસ્તાનને હરાવ્યું, બન્યો 'મેન ઓફ ધ મેચ'
  2. જય શાહના ICC ચેરમેનનું પદ સંભાળતા જ આ ક્રિકેટ લીગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જાણો તેનું કારણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.