ગકેબેરહા SA vs SL 2nd Test : ક્રિકેટના મેદાન પર એવું ભાગ્યે જ બન્યું છે કે કોઈ બોલરે એવો બોલ ફેંક્યો હોય કે જેનાથી બેટ્સમેન અને તેના સાથી ખેલાડીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હોય. ગકેબેરહાના સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે પણ કંઈક આવું જ થયું. આફ્રિકન ટીમના ખેલાડી કાગીસો રબાડાનું બેટ બેટિંગ કરતી વખતે બે ટુકડા થઈ ગયું, જેનાથી તે ચોંકી ગયો. શ્રીલંકાના ફાસ્ટ બોલર લાહિરુ કુમારાના બોલનો સામનો કરતી વખતે રબાડાએ બચાવ કરવાનો પ્રયાસ કર્યો અને તેના બેટના બે ટુકડા થઈ ગયા.
🔄 | Change of Innings
— Proteas Men (@ProteasMenCSA) December 6, 2024
🇿🇦South Africa: 358/10 (1st Innings)
🇱🇰Sri Lanka: Still to Bat (1st Innings)
A strong first-innings score was posted by our batsmen, now for our bowlers to apply some early pressure on the Sri Lankan top order!🏏☄️#WozaNawe #BePartOfIt #SAvSL pic.twitter.com/1tgxnJcPoo
બેટના બે ટુકડા : ગકેબેરહા ખાતે રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યાં તેણે પ્રથમ દાવમાં કુલ 358 રન બનાવ્યા હતા. જેમાં રેયાન રિકલ્ટન અને કાયલ વેરેનીની શાનદાર બેટિંગ સદીની ઇનિંગ્સે ટીમને આ સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રમતના બીજા દિવસે, જ્યારે કાગિસો રબાડા બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે રબાડાએ લાહિરુ કુમાર દ્વારા ફેંકવામાં આવેલી આફ્રિકન ઇનિંગ્સની 90મી ઓવરના ચોથા બોલ પર ફોરવર્ડ ડિફેન્સ કરવાનો પ્રયાસ કર્યો, જે તેના બેટના હેન્ડલ સાથે અથડાયો. જેના કારણે તેનું બેટ બે ટુકડામાં વહેંચાઈ ગયું. રબાડાએ આ બોલને માત્ર એક હાથથી બચાવવાનો પ્રયાસ કર્યો, જેમાં તેનું બેટ હેન્ડલથી લટકી ગયું હતું. પ્રથમ દાવમાં રબાડાના બેટમાંથી કુલ 23 રન આવ્યા હતા જેમાં તેણે 40 બોલનો સામનો કર્યો હતો.
Kagiso Rabada breaks his bat as clean as you could ever imagine! 🤌
— Fox Cricket (@FoxCricket) December 6, 2024
📺 Watch #SAvSL on Fox Cricket or stream via Kayo https://t.co/UW8CGmJSOZ
📲 MATCH CENTRE https://t.co/lAWKvoqYj2 pic.twitter.com/edyr4GPrdi
શ્રીલંકાની શાનદાર બેટિંગ : સાઉથ આફ્રિકાને 358 રનમાં આઉટ કર્યા બાદ શ્રીલંકાએ બીજા દિવસની રમત ત્રણ વિકેટના નુકસાને 242 રન પર સમાપ્ત કરી હતી, જેમાં એન્જેલો મેથ્યુઝ 40 અને કામેન્દુ મેન્ડિસ 40 રન બનાવીને રમતમાં ઊભા હતા. આ સિવાય પથુમ નિસાન્કાએ 89 રન બનાવ્યા જ્યારે દિનેશ ચાંદીમલે પણ 44 રન બનાવ્યા. આફ્રિકા તરફથી અત્યાર સુધી રબાડા, પેટરસન અને કેશવ મહારાજે બોલિંગમાં 1-1 વિકેટ લીધી છે.
Day 2 | Stumps 🟢🟡
— Proteas Men (@ProteasMenCSA) December 6, 2024
Another thrilling day of test match cricket!🏏
A Verreynne century started the day with a few wickets taken in the last 2 sessions play.
🇿🇦South Africa: 358/10 (1st Innings)
🇱🇰Sri Lanka: 242/3 (1st innings)
Sri Lanka trail by 116 runs going into Day 3.… pic.twitter.com/kvlZpvam3Q
આ પણ વાંચો :