વડોદરા: ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી મોટી અને મહત્વપૂર્ણ ગણાતી રણજી ટ્રોફી આજે 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. જેની પ્રથમ મેચ ગઈ કાલે બરોડા અને મુંબઈ વચ્ચે શરૂ થઈ ગઈ છે. આ મેચ ગુજરાતના બરોડાના કોટંબી મેદાનમાં રમાઈ રહી છે. આ નિમિતે ભૂતપૂર્વ ક્રિકેટરોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એવા ક્રિકેટરો જેમણે ખાસ કરીને બરોડા ક્રિકેટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેમને યાદ કરવામાં આવ્યા હતા.
કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં રણજી ટ્રોફીની શરૂઆત પહેલા જ અંશુમન ગાયકવાડ, ડી. કે ગાયકવાડ, સેસિલ વિલિયમ્સ અને નારાયણરાવ સાથમ આ ચારે દિગ્ગજ ખેલાડીઓને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવાતા વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આથી સ્ટેડિયમમાં અને બરોડા ક્રિકેટ ઇતિહાસમાં સૌ કોઈ તેમને યાદ કરે. આ દિગ્ગજ ક્રિકેટરોએ બરોડા ક્રિકેટને આગળ વધારવા ખૂબ મોટું યોગદાન આપ્યું છે.
The #RanjiTrophy begins with the Baroda Cricket Association honouring four of its captains who passed away recently. BCA honoured families of DK Gaewkwad, Cecil Williams, Narayan Satham and Aunshuman Gaekwad with a memento in the presence of Baroda and Mumbai teams.
— Amol Karhadkar (@karhacter) October 11, 2024
The family… pic.twitter.com/kpZRoNIk2C
આ કાર્યક્રમમાં જે ખેલાડીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે તેમના પરિવારના સભ્યો, ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરે અને બરોડા એસોસિએશનના સિનિયર સભ્યો હજાર રહી વૃક્ષારોપણમાં જોડાયા હતા.
38 ટીમોની ભાગીદારીઃ
રણજી ટ્રોફીની 90મી આવૃત્તિમાં તમામ 38 ટીમોને બે વિભાગમાં વહેંચવામાં આવશે. એલિટ ડિવિઝનમાં 32 ટીમો હશે જે દરેકને આઠ ટીમોના ચાર જૂથોમાં વહેંચવામાં આવશે જ્યારે પ્લેટ લીગમાં છ ટીમો હશે. દરેક જૂથમાંથી ટોચની બે ટીમો ક્વાર્ટર ફાઇનલમાં અને વિજેતાઓ આગળ વધે છે. પ્લેટ લીગમાં ટોચની બે ટીમો પ્લેટ ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે અને પછીના વર્ષે એલિટ ગ્રૂપમાં પ્રમોટ થાય છે.
The saplings in the former Baroda captains' memory pic.twitter.com/SMHEE3aCzJ
— Amol Karhadkar (@karhacter) October 11, 2024
આ પણ વાંચો: