નવી દિલ્હી: અનુભવી રમત પ્રશાસક રણધીર સિંહ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA)ના પ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય બન્યા છે. રવિવારે અહીં આ ખંડીય સંગઠનની 44મી મહાસભા દરમિયાન તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી.
પાંચ વખતના ઓલિમ્પિક શૂટર રણધીર OCA પ્રમુખ પદ માટે એકમાત્ર લાયક ઉમેદવાર હતા. તેમનો કાર્યકાળ 2024 થી 2028 સુધીનો રહેશે. તેમની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.
Heartiest congratulations to Shri Randhir Singh on being elected as the first Indian President of the Olympic Council of Asia (OCA) at the 44th General Assembly! 🇮🇳
— Ravneet Singh Bittu (@RavneetBittu) September 8, 2024
A proud moment for India and a testament to his dedication to sports. Wishing him great success in leading the OCA… pic.twitter.com/mAL7n2R5vB
આ 77 વર્ષીય કુશળ એડમિનિસ્ટ્રેટર 2021 થી OCA ના કાર્યકારી પ્રમુખ હતા. તે કુવૈતના શેખ અહેમદ અલ-ફહાદ અલ-સબાહનું સ્થાન લેશે, જેમને નૈતિકતાના ઉલ્લંઘન માટે આ વર્ષે મે મહિનામાં રમતગમત વહીવટમાંથી 15 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.
ભારતીય અને એશિયન સ્પોર્ટ્સ સંસ્થાઓમાં વિવિધ વહીવટી હોદ્દા પર રહેલા રણધીરને ખેલ મંત્રી મનસુખ માંડવિયા અને એશિયાના તમામ 45 દેશોના ટોચના રમત પ્રબંધકોની હાજરીમાં સત્તાવાર રીતે OCA પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
History in the making as Raja Randhir Singh becomes the first Indian President of @AsianGamesOCA! Congrats, @RANDHIR1946! #OCAInIndia2024 #SaluteTheSpirit pic.twitter.com/PKK52Ha5BD
— Virat Kohli FC (@ViratKohli_King) September 8, 2024
રણધીર પંજાબના પટિયાલાના રહેવાસી છે અને તેનો પરિવાર શરૂઆતથી જ રમતગમત સાથે જોડાયેલો છે. તેમના કાકા મહારાજા યાદવેન્દ્ર સિંહ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના સભ્ય હતા. તેમના પિતા ભલિન્દર સિંહ પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર હતા. તેઓ 1947 અને 1992 વચ્ચે IOC સભ્ય હતા. રણધીર 2001 થી 2014 સુધી IOC ના સભ્ય પણ હતા. આ પછી તેઓ IOC સાથે માનદ સભ્ય તરીકે જોડાયેલા રહ્યા.
આ પણ વાંચો: