નવી દિલ્હી: ભારતના ટોચના શટલર નીતિશ કુમારે સોમવારે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં પુરુષોની સિંગલ્સ SL3 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેણે મેન્સ સિંગલ્સ SL3 ફાઇનલમાં ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 2-1થી હરાવ્યો છે. આ સાથે તેણે ભારતને તેનો બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ અવની લેખારાએ શૂટિંગમાં જીત્યો હતો. દેશ માટે આજે કહું જ ગૌરવની ક્ષણ ગણી શકાય છે.
Another historic moment for India!
— Doordarshan Sports (@ddsportschannel) September 2, 2024
Nitesh Kumar clinches Gold🏅 in men's singles SL3 para-badminton at the Paris Paralympics!
Proud of his determination and skill! #Paralympics2024 #NiteshKumar #Paris2024 #Cheer4Bharat @mansukhmandviya @IndiaSports @MIB_India @PIB_India… pic.twitter.com/OcoqP0qgrV
નીતીશ કુમારે ગ્રેટ બ્રિટનના ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો:
ભારતના નીતિશ કુમારે ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 2-1થી હરાવ્યું છે. 29 વર્ષીય ભારતીય ખેલાડીએ પહેલો સેટ 21-14થી જીત્યો હતો, પરંતુ પછી લીડ લેવા છતાં બીજો સેટ 18-21થી ગુમાવ્યો હતો. જોકે, નીતિશે મેચમાં શાનદાર વાપસી કરી હતી અને ત્રીજો સેટ 23-21થી જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગંભીર નીચલા અંગોની વિકલાંગતા ધરાવતા ખેલાડીઓ SL3 કેટેગરીમાં સ્પર્ધા કરે છે, તેમને હાફ કોર્ટ પર રમવાની જરૂર પડે છે.
🇮🇳🥇 NITESH KUMAR DOES IT! He brings home the gold in Men's Singles SL3.
— The Bharat Army (@thebharatarmy) September 2, 2024
🥳 Congratulations, champ!
📷 Pics belong to the respective owners • #NiteshKumar #Badminton #ParaBadminton #Paris2024 #Paralympics #TeamIndia #BharatArmy #COTI🇮🇳 pic.twitter.com/rfjrx4nnGe
ભારત માટે મેડલ જીતનાર ખેલાડીઓ:
- અવની લેખા - ગોલ્ડ મેડલ
- મોના અગ્રવાલ - બ્રોન્ઝ મેડલ
- પ્રીતિ પાલ - બ્રોન્ઝ મેડલ
- મનીષ નરવાલ - સિલ્વર મેડલ
- રૂબાની ફ્રાન્સિસ - બ્રોન્ઝ મેડલ
- નિષાદ કુમાર - સિલ્વર મેડલ
- પ્રીતિ પાલ - બ્રોન્ઝ મેડલ
- યોગેશ કથુનિયા - સિલ્વર મેડલ
- નિતેશ કુમાર - ગોલ્ડ મેડલ
NITESH KUMAR WINS THE GOLD MEDAL 🤩🇮🇳 pic.twitter.com/XI3Qo36ztO
— The Khel India (@TheKhelIndia) September 2, 2024