નવી દિલ્હી: ભારતની યુવા ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલાએ સિંગાપોરની ઝેંગ જિયાન સામે 4-2થી શાનદાર જીત મેળવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ સાથે અકુલાએ પોતાના દેશબંધુ ખેલાડીની સિદ્ધિની બરાબરી કરી લીધી છે. વાસ્તવમાં, મનિકા બત્રા ટેબલ ટેનિસની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી. હવે શ્રીજા અકુલા રાઉન્ડ ઓફ 16 એટલે કે પ્રી-કાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરીને ટેબલ ટેનિસની પ્રી-કાર્ટર ફાઇનલમાં પ્રવેશનારી ભારતની બીજી મહિલા ખેલાડી બની છે.
કેવી રહી મેચ? : આ મેચનો પહેલો સેટ જિયાને જીત્યો હતો, ત્યારબાદ શ્રીજાએ બીજો (12-10), ત્રીજો (11-4) અને ચોથો સેટ (11-5) જીત્યો હતો. પાંચમા સેટમાં જિયાને ફરી વળતો પ્રહાર કર્યો અને સેટ 10-12થી જીતી લીધો. આ પછી અકુલાએ છઠ્ઠો સેટ 12-10થી જીતીને જોરદાર વાપસી કરી અને મેચ 4-2થી જીતી લીધી. આ સાથે તેણે રાઉન્ડ ઓફ 32માં શાનદાર પ્રદર્શન કરીને પ્રી-કાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.
આ મેચમાં શ્રીજા અકુલાને તેના પ્રતિસ્પર્ધી ઝેંગ જિયાન તરફથી પણ આકરા પડકારનો સામનો કરવો પડ્યો હતો. તે પહેલા સેટમાં ઘણી પાછળ રહી ગઈ હતી. પરંતુ તેણે પુનરાગમન કર્યું અને આ પછી પણ તે પહેલો સેટ જીતી શકી નહીં. ત્યારબાદ તેણે હિંમતથી વળતો પ્રહાર કરીને તેના વિરોધીને હરાવી દીધી. હવે તે પ્રી-કાર્ટર ફાઈનલમાં પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરવા જઈ રહી છે.