ETV Bharat / sports

ગજબની વાત છે આ તો! આ ખેલાડીએ 162 દેશો કરતાં પણ વધુ ગોલ્ડ મેડલ એકલાએ જીત્યા છે, ઓલિમ્પિકનો કોણ છે આ રાજા? - Paris Olympics 2024

author img

By ETV Bharat Sports Team

Published : Aug 5, 2024, 3:31 PM IST

ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી મહાન ખેલાડીઓમાંનો એક એથ્લેટ છે જે ઓલિમ્પિકનો રાજા છે. એકલા આ ખેલાડીએ 162 દેશો કરતાં વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે. વાંચો આ એથ્લેટ વિષે…

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

નવી દિલ્હી: રમતગમતનો મહાકુંભ એટલે ઓલિમ્પિક ગેમ્સ, જ્યાં રમતવીરો વૈશ્વિક મંચ પર ચમકવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. જો કે, એક એથ્લેટ જે આ મંચ પર બધાથી આગળ નીકળી ગયો છે તે છે ભૂતપૂર્વ અમેરિકન સ્વિમર માઈકલ ફેલ્પ્સ, જેમના નામે એક એવો રેકોર્ડ છે જેની કોઈ બરોબરી કરી શકતું નથી, આ એક માત્ર ખેલાડી એવો છે જેણે 28 ઓલિમ્પિક મેડલ જીત્યા છે. જેમાં 23 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સામેલ છે. જે ફેલ્પ્સને ઈતિહાસના સર્વકાલીન મહાન ઓલિમ્પિયન માનો એક બનાવે છે.

માઈકલ ફેલ્પ્સ
માઈકલ ફેલ્પ્સ ((AFP Photo))

મહાન ઓલિમ્પિયન માઈકલ ફેલ્પ્સ: અમેરિકન સ્વિમર માઈકલ ફેલ્પ્સ સર્વકાલીન મહાન ઓલિમ્પિયન છે. કેટલાક એવી દલીલ કરી શકે છે કે યુસૈન બોલ્ટ, કાર્લ લુઈસ અથવા નાદિયા કોમેનેસીનો સર્વશ્રેષ્ઠ છે, પરંતુ મેડલની સંખ્યાના સંદર્ભમાં માઈકલ ફેલ્પ્સ પહેલા નંબર પર છે.

માઈકલ ફેલ્પ્સ
માઈકલ ફેલ્પ્સ ((AFP Photo))

162થી વધુ દેશોમાંથી ગોલ્ડ મેડલ જીત્યા:

ફેલ્પ્સના નામે 23 ગોલ્ડ સહિત કુલ 28 મેડલ છે. તેના 23 ગોલ્ડ મેડલ તેના નજીકના હરીફોની સંખ્યા કરતા પણ બમણા છે. તે જ સમયે, તેમના ગોલ્ડ મેડલની સંખ્યા વિશ્વના 162 દેશો દ્વારા ઓલિમ્પિકમાં જીતેલા સુવર્ણ ચંદ્રકોની સંખ્યા કરતા વધુ છે. ઉદાહરણ તરીકે, ભારતે ઓલિમ્પિક ઈતિહાસમાં અત્યાર સુધીમાં કુલ 10 ગોલ્ડ મેડલ જીત્યા છે, જે ફેલ્પ્સ દ્વારા જીતેલા 23 ગોલ્ડમાંથી અડધાથી પણ ઓછા છે.

માઈકલ ફેલ્પ્સ
માઈકલ ફેલ્પ્સ ((AFP Photo))

ઓલિમ્પિક 2004માં શાનદાર પુનરાગમન કર્યું:

માઈકલ ફેલ્પ્સની ઓલિમ્પિક વાર્તા 15 વર્ષની ઉંમરે સિડનીમાં યોજાયેલા 2000 ઓલિમ્પિક સાથે શરૂ થઈ હતી. જો કે તે આમાં કોઈ મેડલ જીતી શક્યો ન હતો અને 200 મીટર બટરફ્લાયમાં તે 5માં ક્રમે રહ્યો હતો, પરંતુ 2004માં એથેન્સથી પરત ફર્યા બાદ તેણે જે રીતે આગામી 4 ઓલિમ્પિક ગેમ્સમાં પ્રદર્શન કર્યું, અને ઇતિહાસમાં નામ બનવી દીધું.

માઈકલ ફેલ્પ્સની મિલકત:

મહાન એથ્લેટ ફેલ્પ્સની સફળતા માત્ર સ્વિમિંગ પૂલ સુધી જ ન હતી. તેમની અવિશ્વસનીય સિદ્ધિઓએ તેમને નોંધપાત્ર નાણાકીય પુરસ્કારો અપાવ્યા છે. તમને જણાવી દઈએ કે, ફેલ્પ્સની કુલ સંપત્તિ અંદાજે 100 મિલિયન ડોલર (લગભગ 837 કરોડ રૂપિયા) છે. જે તેને વિશ્વના સૌથી અમીર એથ્લેટ્સમાંથી એક બનાવે છે.

  1. સાંભળીને નવાઈ લાગશે! ઓલિમ્પિકના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે પુરુષ અને મહિલા બંને ઇવેન્ટમાં મેડલ જીત્યો... - PARIS OLYMPICS 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.