પેરિસ (ફ્રાન્સ): ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે પેરિસ ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી છે. સાઉથ પેરિસ એરેનામાં સોમવારે રમાયેલી રોમાંચક રાઉન્ડ ઓફ 16 મેચમાં ભારતીય ટીમે રોમાનિયાને 3-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
કામથ અને અકુલાની શાનદાર શરૂઆત:
ભારતની અર્ચના કામથ અને શ્રીજા અકુલાએ મહિલા રાઉન્ડ ઓફ 16 ટેબલ ટેનિસ મેચની પ્રથમ મેચમાં અદિના ડાયકોનુ અને એલિઝાબેથ સમારાને 11-9, 12-10, 11-7થી હરાવીને ભારતને શાનદાર શરૂઆત અપાવી મેચમાં આગળ પહોંચ્યા હતા.
🇮🇳🙌 𝗣𝗲𝗿𝗳𝗲𝗰𝘁 𝘀𝘁𝗮𝗿𝘁 𝗳𝗼𝗿 𝗜𝗻𝗱𝗶𝗮! The Indian women's table tennis team got their #Paris2024 campaign off to a winning start, defeating 4th seed, Romania, in the round of 16.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 5, 2024
🏓 After India took the lead in the first two games, Romania managed to come back strong… pic.twitter.com/cRCyG5kEyi
મનિકા બત્રાએ ભારતની 2-0 ની લીડ આપવી:
ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રાએ રાઉન્ડ ઓફ 16 ટેબલ ટેનિસ મેચની બીજી મેચમાં વિશ્વની 10 નંબરની રોમાનિયાની બર્નાડેટ ઝોક્સ સામે 11-5, 11-7, 11-7થી જીત મેળવી અને ભારતને મેચમાં બીજું સ્થાન અપાવ્યું હતું.
ત્રીજી મેચમાં શ્રીજા અકુલાનો પરાજય:
ભારતની સ્ટાર પેડલર શ્રીજા અકુલાને રોમાંચક ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અકુલાને રોમાનિયાની એલિસાબેટા સમારા સામે 5 ગેમની રોમાંચક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. યુરોપીયન ચેમ્પિયન સમારાની 8-11, 11-4, 7-11, 11-6, 11-8ની જીતથી રોમાનિયાને સ્પર્ધામાં ટકી રહેવામાં મદદ મળી કારણ કે તેણે ભારતની લીડ 2-1 કરી.
𝐓𝐚𝐛𝐥𝐞 𝐓𝐞𝐧𝐧𝐢𝐬: 𝐖𝐨𝐦𝐞𝐧'𝐬 𝐓𝐞𝐚𝐦 𝐞𝐯𝐞𝐧𝐭: 𝐈𝐧 𝐐𝐅, 𝐈𝐧𝐝𝐢𝐚 𝐰𝐢𝐥𝐥 𝐭𝐚𝐤𝐞 𝐨𝐧 𝐰𝐢𝐧𝐧𝐞𝐫 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐭𝐢𝐞 𝐛𝐞𝐭𝐰𝐞𝐞𝐧 𝐔𝐒𝐀 & 𝐆𝐞𝐫𝐦𝐚𝐧𝐲. #TableTennis #Paris2024 #Paris2024withIAS https://t.co/hXhMwft7dl
— India_AllSports (@India_AllSports) August 5, 2024
રોમાનિયાએ 2-2થી બરાબરી કરી:
મહિલા ટીમની રાઉન્ડ ઓફ 16ની ચોથી મેચમાં રોમાનિયાની બર્નાડેટ ઝોક્સે અર્ચના કામથ સામે 11-5, 8-11, 11-7, 11-9થી જીત મેળવી હતી. સતત બીજી જીત સાથે રોમાનિયાની ટીમે ભારત સામેનો સ્કોર 2-2થી બરાબર કરી લીધો હતો. હવે એડીના ડિયાકોનુ વિ મનિકા બત્રા 5મી મેચની વિજેતા ટીમ નક્કી કરશે કે કઈ ટીમ મહિલા ટીમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચે છે. ભારત હવે ક્વાર્ટર ફાઇનલમાં યુએસએ અથવા જર્મની સામે ટકરાશે.