ફ્રાન્સ (પેરિસ): ભારતે રવિવારે પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાનો પહેલો મેડલ જીત્યો છે. ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. મનુ ભાકરને કોરિયન શૂટર્સની આકરી સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો.
ITS A BRONZE!!! Our first medal at @paris2024 comes in shooting courtesy of @realmanubhaker Fantastic shooting all along to bring home our first medal 🥉👏🏽👏🏽#JeetKiAur #Cheer4Bharat pic.twitter.com/hzTuN9G0I3
— Team India (@WeAreTeamIndia) July 28, 2024
મનુ ભાકરે રચ્યો ઈતિહાસ: મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં મેડલ જીતીને શૂટિંગ ઈવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની ગઈ છે. તેણે મેડલ જીતવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
SHE ENDS A WAIT OF 20 YEARS!
— SAI Media (@Media_SAI) July 28, 2024
Emulating Suma Shirur's achievement from Athens, @realmanubhaker blitzed her way into the final, marking a historic achievement! Here's wishing the #TOPSAthlete all the best for the 10 m Air Pistol final. pic.twitter.com/2P736Ph8yd
પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો મેડલ: મનુએ ફાઇનલમાં 221.7 પોઈન્ટ બનાવ્યા અને ભારતને પેરિસ ઓલિમ્પિક્સ 2024નો પહેલો મેડલ અપાવ્યો. દક્ષિણ કોરિયાના ઓહ યે જીને 243.2 પોઈન્ટના ઓલિમ્પિક રેકોર્ડ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અન્ય કોરિયન યેજિને 241.3 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ કબજે કર્યો હતો.
મનુનું શાનદાર પ્રદર્શન: મનુ ભાકરે મેચની શરૂઆતથી જ પોતાની પકડ મજબૂત કરી અને 5 શોટ બાદ 50.4ના સ્કોર સાથે કોરિયા પછી બીજા ક્રમે રહી. આ પછી પણ મનુએ પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને 10 શોટ અને 100.3 પોઈન્ટ સાથે મનુ ભાકર બે કોરિયાઈ ખેલાડીઓ પછી ત્રીજા સ્થાને રહી. આ પછી, 15 શોટ પછી, તેનો સ્કોર 150.7 હતો અને તે ત્રીજા સ્થાને રહી.
મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં 20 શોટ બાદ, મનુએ 201.3નો સ્કોર કર્યો અને તેના મેડલની પુષ્ટિ કરી.
રમિતા જિંદાલની શાનદાર શરુઆત, એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો - Paris Olympics 2024