ETV Bharat / sports

પેરિસ ઓલિમ્પિક 2024: પાંચમા દિવસે ભારતીય ખેલાડીઓની ઓલિમ્પિક મેચો શરૂ, લોવલિના બોર્ગોહેનની આજે પ્રથમ મેચ... - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

પાંચમા દિવસે ભારતીય ખેલાડીઓની ઓલિમ્પિક મેચો શરૂ
પાંચમા દિવસે ભારતીય ખેલાડીઓની ઓલિમ્પિક મેચો શરૂ (ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Jul 31, 2024, 12:39 PM IST

Updated : Jul 31, 2024, 4:22 PM IST

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિકનો આજે પાંચમો દિવસ છે. ભારતે છેલ્લા 4 દિવસમાં અત્યાર સુધીમાં બે મેડલ પોતાના નામે કર્યા છે જે શૂટિંગમાં આવ્યા છે. જો કે પેરિસ ઓલિમ્પિકમાં આજે કોઈ મેડલ ઈવેન્ટ નથી, પરંતુ આજની જીત ભારતીય ખેલાડીઓ માટે મેડલ તરફનું એક પગલું હશે. મનુ ભાકર અને સરબજોત સિંહ બાદ હવે ભારતીય ચાહકોને બોક્સિંગ બેડમિન્ટનમાં ઘણી આશાઓ છે.

આજે, બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ મહિલા સિંગલ્સ સ્પર્ધામાં એસ્ટોનિયન ક્રિસ્ટિન કુબા સામે ટકરાશે, જ્યારે નવોદિત શટલર લક્ષ્ય સેન પુરૂષ સિંગલ્સ બેડમિન્ટન સ્પર્ધામાં વર્ચ્યુઅલ નોકઆઉટ મુકાબલામાં વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી જોનાથન ક્રિસ્ટી સામે ટકરાશે. અનુભવી શટલર એચએસ પ્રણય પણ આજે રાત્રે મેદાનમાં જોવા મળશે.

આજની ઓલિમ્પિક મેચો:

  • મહિલાઓની 75 કિગ્રા રાઉન્ડ ઓફ 16 - (લોવલિના બોર્ગોહેન) - બપોરે 3:50
  • 32 એલિમિનેશન રાઉન્ડનો મહિલા વ્યક્તિગત રાઉન્ડ - (દીપિકા કુમારી) - 3:56 PM
  • 32 એલિમિનેશન રાઉન્ડનો પુરુષોનો વ્યક્તિગત રાઉન્ડ - (તરુણદીપ રાય) - 9:28 PM
  • મેન્સ સિંગલ ગ્રુપ સ્ટેજ - (એચએસ પ્રણય) - રાત્રે 11:00
  • પુરુષોની 71 કિગ્રા રાઉન્ડ ઓફ 16 - (નિશાંત દેવ) - બપોરે 12:18

LIVE FEED

4:21 PM, 31 Jul 2024 (IST)

Paris Olympics Live: દીપિકા કુમારે જીત નોંધાવી

દીપિકા કુમારીએ મહિલા વ્યક્તિગત રાઉન્ડ ઓફ 32 એલિમિનેશન રાઉન્ડ જીતીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. તેણે એસ્ટોનિયાની રીના પરનાતને 6-5થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં જગ્યા બનાવી છે.

4:20 PM, 31 Jul 2024 (IST)

Paris Olympics Live: લોવલિના બોર્ગોહેને ધમાકેદાર જીત

મહિલાઓની 75 કિગ્રા રાઉન્ડ ઓફ 16 બોક્સિંગ મેચમાં લોવલિના બોર્ગોહેને નોર્વેની સુનિવા હોફસ્ટેડને હરાવી છે. તેણીને પ્રથમ અને બીજા રાઉન્ડમાં પાંચેય જજ તરફથી પરફેક્ટ 10 માર્ક્સ મળ્યા, ત્રીજા રાઉન્ડમાં લોવલીનાને ત્રણ જજ તરફથી 9 અને 2 જજ તરફથી 10 માર્ક્સ મળ્યા. મેચના અંતે તેનો સ્કોર 29, 30, 29,30, 29 હતો. તેણે આ મેચ 5-0થી જીતી લીધી છે.

4:14 PM, 31 Jul 2024 (IST)

Paris Olympics Live: લવલીના બોર્ગોહેની સ્પર્ધા ચાલી રહી છે.

મહિલાઓની 75 કિગ્રા રાઉન્ડ ઓફ 16 બોક્સિંગ મેચમાં લોવલિના બોર્ગોહેન નોર્વેની સુનિવા હોફસ્ટેડ સાથે રમી રહી છે.

4:10 PM, 31 Jul 2024 (IST)

Paris Olympics Live: દીપિકા કુમારીની તીરંદાજી સ્પર્ધા શરૂ થઈ

દીપિકા કુમારીની સ્પર્ધા મહિલાઓના વ્યક્તિગત રાઉન્ડના 32 એલિમિનેશન રાઉન્ડમાં ચાલુ છે.

3:36 PM, 31 Jul 2024 (IST)

Paris Olympics Live: શ્રીજા અકુલાએ જોરદાર જીત સાથે પ્રી-કાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

ભારતીની ટેબલ ટેનિસ સ્ટાર શ્રીજા અકુલાએ સિંગાપોરની ઝેંગ જિયાન સામે વિજય નોંધાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચનો પહેલો સેટ જિયાને જીત્યો હતો, ત્યારબાદ શ્રીજાએ બીજો (12-10), ત્રીજો (11-4) અને ચોથો સેટ (11-5) જીત્યો હતો. પાંચમા સેટમાં જિયાને ફરી વળતો પ્રહાર કર્યો અને સેટ 10-12થી જીતી લીધો. આ પછી અકુલાએ છઠ્ઠો સેટ 12-10થી જીતીને જોરદાર વાપસી કરી અને મેચ 4-2થી જીતી લીધી. આ સાથે તેણે રાઉન્ડ ઓફ 32માં શાનદાર પ્રદર્શન કરીને પ્રી-કાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

3:14 PM, 31 Jul 2024 (IST)

Paris Olympics Live: શ્રીજા અકુલાની મેચ યથાવત

ભારતની શ્રીજા અકુલા ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 32માં સિંગાપોરની ઝેંગ જિયાન સામે રમી રહી છે.

Last Updated : Jul 31, 2024, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.