નવી દિલ્હીઃ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચેની મેચનો આજે ચોથો દિવસ છે. મેચના ત્રણ દિવસ પૂરા થયા બાદ બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાનથી 122 રનથી પાછળ છે. આ મેચમાં PCB દ્વારા ટિકિટની કિંમત ઓછી રાખવા છતાં ચાહકો ક્રિકેટ જોવા માટે આવી રાય નથી. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ માટે એક મોટું પગલું ભર્યું છે.
PCBએ છેલ્લા 2 દિવસમાં તેના તમામ દર્શકોને મેચ જોવા માટે ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. પીસીબીએ દર્શકોની સતત અછતને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરી છે, જેથી બાંગ્લાદેશ વિરુદ્ધ પાકિસ્તાન મેચમાં દર્શકોની સંખ્યા વધારી શકાય. જો કે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં ફ્રી ટિકિટનું કારણ વીકેન્ડ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
પીસીબીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, "સપ્તાહના અવસર પર, તેણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે મફત ટિકિટની જાહેરાત કરી છે, જેથી તેઓ ક્રિકેટ સ્ટારને સપોર્ટ કરવા આવી શકે. જે લોકોએ છેલ્લા 2 દિવસથી ટિકિટ ખરીદી છે તેમને આપોઆપ રિફંડ મળી જશે." પાકિસ્તાને બાંગ્લાદેશ સામેની મેચ જોવા માટે ટિકિટની કિંમત 50 પાકિસ્તાની રૂપિયા રાખી છે, જે ભારતના 15 રૂપિયાની બરાબર છે. આટલી ઓછી કિંમતો હોવા છતાં, કલહુબ જ ઓછી સંખ્યામાં લોકો મેચ જોવા આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષે પાકિસ્તાનમાં જ રમાશે. તેના માટે પાકિસ્તાનમાં રિનોવેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. PCB તેની માટે ભાડા પર ફ્લડ લાઇટ લીધી છે, આ સિવાય તેણે એક વર્ષ માટે જનરેટર પણ ભાડે લેવું પડશે. થોડા દિવસો પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવીએ ત્યાંના ક્રિકેટ ગ્રાઉન્ડનો પર્દાફાશ કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે, "અહીંનું સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર નથી."