દુબઈ: 14 ઓક્ટોબરે રમાયેલ મેચમાં જો પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવ્યું હોત તો ભારતીય ટીમ સેમિફાઈનલમાં એન્ટ્રી મારી લેત, પરંતુ આ મેચમાં પાકિસ્તાની ફિલ્ડરોએ શરમજનક ફિલ્ડિંગ કરી હતી અને બે-ચાર નહીં પરંતુ 8 કેચ છોડ્યા હતા.
UAEમાં મહિલા T20 વર્લ્ડ કપ 2024 રમાઈ રહ્યો છે અને આ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમની સફર સમાપ્ત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચશે કે નહીં તે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચના પરિણામ પર નિર્ભર હતું, પરંતુ આ મેચમાં પાકિસ્તાનના ખેલાડીએ ધબડકો વાળ્યો અને ભારત પણ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું.
Truly, catches win matches! 😅
— Star Sports (@StarSportsIndia) October 14, 2024
Which missed chance of Team Pakistan do you believe had the biggest impact on the game?
Let us know in the comments below 👇 pic.twitter.com/NfpuB5nooo
સોમવારે રમાયેલ પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ મેચમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 54 રને હરાવ્યું. આ મેચ બાદ પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ તેની ખરાબ ફિલ્ડિંગને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. કારણ કે, આ મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓએ એક નહીં, બે નહીં પરંતુ 8 કેચ છોડ્યા હતા.
ગઈકાલની મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાન ટીમની બોલિંગ સારી રહી હતી, જેના લીધે ન્યૂઝીલેન્ડ માત્ર 110 રન બનાવી શક્યું હતું, પરંતુ પાકિસ્તાની ફિલ્ડરોએ અતિશય ખરાબ ફિલ્ડિંગનું પ્રદર્શન કરતાં 8 કેચ છોડ્યા ન હોત તો ન્યુઝીલેન્ડ 60-70 રનમાં સમેટાઇ ગયું હોત અને ભારતને સેમીફાઇનલમાં એન્ટ્રી મળી ગઈ હોત.
New Zealand seal semi-final spot with a thumping win over Pakistan 🇳🇿👌#WhateverItTakes #PAKvNZ
— ICC (@ICC) October 14, 2024
📝: https://t.co/TCPW5fDBHI pic.twitter.com/3GDf4lnrk1
પાકિસ્તાનની ખરાબ ફિલ્ડિંગનો વીડિયો વાયરલ:
પાકિસ્તાન - ન્યુઝીલેન્ડની મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાની મહિલા ખેલાડીઓએ એક, બે કે ત્રણ નહીં પરંતુ 8 કેચ છોડ્યા છે. હાલમાં પાકિસ્તાન ટીમનો આ નબળી ફિલ્ડિંગનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાને 5મી ઓવર (4.2), 6 ઓવર (5.2), 8મી ઓવર (7.3), 16મી ઓવર (15.5) અને 18મી (17.2) ઓવરમાં કેચ છોડ્યા, જ્યારે માત્ર 20મી ઓવરમાં(19.1, 19.3 અને 19.5) ત્રણ કેચ લેવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું, અને ન્યૂઝીલેન્ડે 110 રનનો સ્કોર ઊભો કરી દીધો હતો.
Pakistan dropped 8 catches against New Zealand. 🤯pic.twitter.com/kW53N2A31t
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2024
ન્યૂઝીલેન્ડને 20 ઓવરમાં 6 વિકેટે 110 રન પર રોક્યા બાદ મેચ પાકિસ્તાનના હાથમાં હતી. જોકે, પાકિસ્તાનની બેટિંગ નબળી રહી હતી અને આખી ટીમ 11.4 ઓવરમાં 56 રનમાં આઉટ થઈ ગઈ હતી. અને આ મેચ બાદ ન્યૂઝીલેન્ડે ગ્રુપ Aમાં ચારમાંથી ત્રણ જીત સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
આ પણ વાંચો: