હૈદરબાદ: ટેસ્ટ ક્રિકેટમાં હાલમાં ત્રણ મોટી શ્રેણી ચાલી રહી છે. તેમાંથી એક ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છે, બીજી શ્રેણી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે છે અને ત્રીજી શ્રેણી દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. આ દરમિયાન, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એડિલેડ ટેસ્ટ મેચ અને ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની વેલિંગ્ટન ટેસ્ટ મેચમાં એક એવી ઘટના જોવા મળી જેના પર ચાહકો વિશ્વાસ કરી શકશે નહીં. એક જ સમયે બે અલગ-અલગ સ્થળોએ મેચ રમાય રહી છે પરંતુ આ બંને મેચમાં એક જ જેવી ઘટના બની છે, તે ખૂબ જ દુર્લભ છે, પરંતુ ચાહકોને એડિલેડ અને વેલિંગ્ટન ટેસ્ટ બંનેમાં તે જોવા મળ્યું.
Brydon Carse 🤝 Scott Boland.
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 6, 2024
Both Carse and Boland took a wicket off a No Ball - Williamson and KL Rahul the batters. pic.twitter.com/cmVABLxazC
રાહુલ અને વિલિયમસન બંને નોટઆઉટઃ
ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વચ્ચે એડિલેડના મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ખરાબ શરૂઆત અને સકળ યુવા બેસ્ટમેન જયસ્વાલ પ્રથમ બોલ પર જ આઉટ થયો હતો. આ પછી રાહુલે સાવધાનીપૂર્વક રમ્યો પરંતુ જ્યારે તેણે સ્કોટ બોલેન્ડનો બોલને ઓફ સ્ટમ્પની બહાર રમવાનો પ્રયાસ કર્યો તો તે સીધો વિકેટકીપર પાસે ગયો.
A busy day of Test cricket. Tom Blundell 7* and Will O'Rourke 0* take the team to the close of play. Full scorecard | https://t.co/04g1Wo6Zd2 #NZvENG pic.twitter.com/jCIVCMXEZM
— BLACKCAPS (@BLACKCAPS) December 6, 2024
આ પછી જ્યારે ત્રીજા અમ્પાયરે નો-બોલનો આદેશ આપ્યો તો રાહુલ પેવેલિયનમાં ગયો. રાહુલ સાથે જ્યારે આ ઘટના બની ત્યારે ભારતમાં સવારના 10:12 વાગ્યા હતા. માત્ર 12 મિનિટ પહેલા આવી જ ઘટના વેલિંગ્ટન ટેસ્ટ મેચમાં પણ બની હતી, જ્યાં કેન વિલિયમસન પણ બ્રેડન કાર્સના હાથે આઉટ થયા બાદ નો-બોલથી બચી ગયો હતો. આ બંને ઘટના એક સમાન છે અને દુર્લભ પણ.
Scott Boland gets KL Rahul.
— Tanuj Singh (@ImTanujSingh) December 6, 2024
- BUT IT'S A NO BALL..!!!! pic.twitter.com/zIq9iYeHyZ
બંનેનો સ્કોર પણ એકસરખો:
કેએલ રાહુલ અને કેન વિલિયમસન બંને નો-બોલ પર આઉટ થવાથી બચવાની તકનો લાભ લેવામાં નિષ્ફળ ગયા અને બંનેએ બેટ વડે 37-37નો સ્કોર કર્યો. રાહુલે 64 બોલનો સામનો કર્યો હતો, જ્યારે વિલિયમસન પણ 56 બોલનો સામનો કર્યા બાદ આઉટ થયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ચાહકોને આ પ્રકારની સમાનતા ઓછી જોવા મળે છે. બંને નો બોલથી આઉટ થતા બચી ગયા અને પાછળથી એકસરખો સ્કોર બોર્ડ પર નોંધાવ્યો.
આ પણ વાંચો: