ETV Bharat / sports

નીરજ ચોપરાએ ફરી ચાહકોને નિરાશ કર્યા, માત્ર 1 સેમીથી ડાયમંડ લીગનું ટાઇટલ ગુમાવ્યું... - Diamond League Final - DIAMOND LEAGUE FINAL

સ્ટાર ભારતીય ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ ડાયમંડ લીગ 2024નું ટાઇટલ ગુમાવ્યું છે. તે ગ્રેનેડિયન એથ્લેટ એન્ડરસન પીટર્સ સામે માત્ર 1 સેમી. થી હારી ગયો હતો. વાંચો વધુ આગળ…

નીરજ ચોપરા
નીરજ ચોપરા ((IANS PHOTOS))
author img

By ETV Bharat Sports Team

Published : Sep 15, 2024, 12:52 PM IST

નવી દિલ્હીઃ ભારતના ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ ફરી એકવાર ભારતીય ચાહકોને નિરાશ કર્યા છે. નીરજ ચોપરા ડાયમંડ લીગ 2024નો ખિતાબ જીતવાથી ચૂકી ગયો. ભારતીય ચાહકોને અપેક્ષા હતી કે, તે ટાઇટલ જીતશે પરંતુ નીરજ તે કરી શક્યો નહીં. વાસ્તવમાં, નીરજ ચોપરા લાંબા સમયથી ગ્રોઇન ઇન્જરીથી (કામર્મ ખેંચાણ, જાંઘની અંદરની માસપેશીઓમાં ખેંચાણની સ્થિતિ) પીડાઈ રહ્યો છે, જેના કારણે તે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા અને હવે તેની અસર ડાયમંડ લીગ 2024ની ફાઇનલમાં પણ જોવા મળી હતી. પરિણામ એ આવ્યું કે, નીરજ ખિતાબ જીતવાથી માત્ર 1 સેન્ટિમીટર ઓછો પડ્યો.

નીરજ ચોપરા 1 સેન્ટિમીટરથી ટાઇટલ જીતવામાં ચૂકી ગયો

ડાયમંડ લીગ 2024ની ફાઈનલ શનિવારે રાત્રે બ્રસેલ્સમાં રમાઈ હતી. આ અંતિમ ઈવેન્ટમાં ભારતના ટોપ શોટ પુટ થ્રોઅર નીરજ ચોપરાએ 87.86 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજું સ્થાન હાંસલ કર્યું હતું. આ સાથે તે સતત બીજી વખત આ ટુર્નામેન્ટનો વિજેતા બનવાનું ચૂકી ગયો છે. નીરજ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવામાં પણ ચૂકી ગયો હતો.

પીટર્સ ડાયમંડ લીગનો વિજેતા બન્યો

આ ફાઈનલ મેચમાં ગ્રેનેડિયન જેવેલીન થ્રોઅર એન્ડરસન પીટર્સ 87.87 મીટરના બેસ્ટ થ્રો સાથે વિજેતા બન્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં નીરજ બાદ પીટર્સે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે નીરજ ચોપરા તેને ડાયમંડ લીગમાં માત્ર 1 સેન્ટિમીટરથી ચૂકી ગયો. આ સાથે જ જર્મનીના જુલિયન વેબરે આ ટૂર્નામેન્ટમાં 85.97 મીટરનો થ્રો કર્યો અને નીરજ ચોપરા પછી ત્રીજા સ્થાને રહ્યો.

આ પણ વાંચો:

  1. વડાપ્રધાન મોદીએ પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે કરી મુલાકાત, ઐતિહાસિક પ્રદર્શન બદલ પાઠવ્યા અભિનંદન... - PM Modi meets Para Athletes
  2. ઓલિમ્પિક વાયરલ શૂટર 'યુસુફ ડિકેક' ભારત આવશે, આ ટૂર્નામેન્ટમાં બતાવશે પોતાનો 'સ્વેગ'... - Yusuf dikec to come India

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.