હૈદરાબાદ: પેરિસ ઓલિમ્પિક 2024માં માં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા બોક્સરને લઈને એક મોટી ખબર સામે આવી છે, જેનાથી સૌ કોઈ હેરાન થઈ ગયું છે. સૂત્રો અનુસાર, અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફની મેડિકલ રિપોર્ટ સામે આવી છે, જેને અનુસાર ઈમાનના શરીરની અંદર મોટા ભાગના પુરુષના અંગો જોવા મળ્યા છે.
ઈમાન મહિલા નહીં પુરુષ છે?
આ રિપોર્ટ આવતા જ ખૂબ મોટો વિવાદ શરૂ થઈ ગ્યાઓ છે. તમને જાણવી દઈએ કે, ઈમાન ખલીફે મહિલા બોક્સિંગ કેટેગરીમાં ભાગ લીધો હતો. તે દરમિયાન તેની વિરોધી મહિલા પ્રતિસ્પર્ધી ઈમાન સાથે સ્પર્ધા કરવા માટે વાંધો ઉઠાવ્યો હતો, કારણ કે ખલીફનો મુક્કો તેને પુરુષના મુક્કા બરોબર લાગતો હતો.
A leaked medical report has disclosed that Imane Khelif, the Algerian boxer who won the gold medal in women's #Boxing at the Paris Olympics 2024, is a biological male.
— The Bridge (@the_bridge_in) November 4, 2024
Details:https://t.co/QbOR8VBTrz
ત્યારથી સમગ્ર ઓલમ્પિકને લઈને વિવાદ ઊભો થઈ ગયો છે. ચાહકો દ્વારા તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો અને તેને પુરુષ કહેવામાં આવ્યો. આ પછી વિવાદ ઘણો વધી ગયો હતો. હવે રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના મેડિકલ રિપોર્ટમાં તે પુરૂષ હોવાનું જાણવા મળ્યું છે, જેનાથી ઘણા વધુ પ્રશ્નો ઉભા થયા છે.
અહેવાલો અનુસાર, ઈમાન ખલીફામાં આંતરિક અંડકોષ અને XY રંગસૂત્રો (પુરુષ રંગસૂત્રો) મળી આવ્યા છે, જે તેને પુરુષોની શ્રેણીમાં મૂકે છે. ઈમાનના તબીબી અહેવાલો 5-આલ્ફા રીડક્ટેઝ અપૂર્ણતા નામના વિકાર તરફ નિર્દેશ કરે છે.
Further confirmation of @alanabrahamson ‘s reporting re: Algerian boxer Imane Khelif being biologically male.
— Mike Cosper (@MikeCosper) November 4, 2024
I get the emotional complexity of discovering this as an adult, but that doesn’t erase the fundamental unfairness of the advantages of male puberty — muscle mass as a… https://t.co/TkmP1Dx0Ux
રિપોર્ટ અનુસાર, ઈમાનમાં આંતરિક અંડકોષ અને ગર્ભાશયની ઉણપના લક્ષણો જોવા મળ્યા છે. ઉપરાંત, રેડક્સના રિપોર્ટ અનુસાર, એમઆરઆઈમાં ઈમાનના માઇક્રોપેનિસની હાજરી પણ બહાર આવી છે. આ અહેવાલો સામે આવ્યા બાદ ફેન્સ ફરી એકવાર સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક ફેન્સ ઈમાન સાથે જોવા મળી રહ્યા છે તો કેટલાક ફેન્સ તેની સામે પણ જોવા મળી રહ્યા છે.
હવે ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા પર કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. આવું ઘણા પ્રસંગોએ બન્યું છે, જ્યારે રિપોર્ટના આધારે ખેલાડીઓના મેડલ છીનવાઈ ગયા છે.
આ પણ વાંચો: