પેરિસ (ફ્રાન્સ): પેરિસ ઓલિમ્પિક 2024ના ત્રીજા દિવસે ભારતીય શૂટરોએ તેમનું શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું હતું. ભારતના સ્ટાર શૂટર્સ મનુ ભાકર અને સરબજોત સિંહે સોમવારે 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ બ્રોન્ઝ મેડલ મેચ માટે ક્વોલિફાય કર્યું છે.
Target - 🥉!
— JioCinema (@JioCinema) July 29, 2024
Manu Bhaker & Sarabjot Singh are set for a thrilling Bronze medal match in the 10m Air Pistol Mixed Team event! 🔥
Tomorrow at 1 PM, Manu seeks to become the first Indian to bag 2️⃣ medals in a single Olympics edition. Watch it LIVE on #Sports18 & stream for FREE on… pic.twitter.com/ZX7hCcSEAM
કોરિયન શૂટરો પાછળ રહી ગયા: મનુ ભાકર અને સરબજોત સિંહે શાનદાર પ્રદર્શન કર્યું અને 3 શ્રેણીમાં 580 પોઈન્ટ બનાવ્યા અને ક્વોલિફિકેશન રાઉન્ડમાં ત્રીજું સ્થાન મેળવ્યું. ભારતીય ટીમે ચોથા સ્થાને રહેલા કોરિયા રિપબ્લિકના ઓહ યે જિન અને લી વોન્હોને પાછળ છોડી દીધા છે.
🇮🇳 𝗔𝗡𝗢𝗧𝗛𝗘𝗥 𝗠𝗘𝗗𝗔𝗟 𝗜𝗡𝗖𝗢𝗠𝗜𝗡𝗚? A superb performance from Manu Bhaker and Sarabjot Singh as they finish 03rd to have a chance at securing a Bronze medal for India.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 29, 2024
🔫 They finished with a score of 580-2x.
👉🏻 They will face 🇰🇷 in the 🥉 match.
😔 Rhythm Sangwan… pic.twitter.com/Ii4Uhb8IBV
મંગળવારે બ્રોન્ઝ મેડલ મેચ યોજાશે: ભારતીય શૂટરોએ બ્રોન્ઝ મેડલની મેચમાં કોરિયાના ઓહ યે જિન અને લી વોન્હો સામે ટક્કર કરવી પડશે. બંને ટીમો મંગળવારે ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે બ્રોન્ઝ મેડલ મેચમાં સામસામે ટકરાશે. રવિવારે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવનાર મનુ ભાકર આ મેચમાં પોતાનો બીજો બ્રોન્ઝ મેડલ જીતવાનો પ્રયાસ કરશે.
10 M Air Pistol Mixed Qualification Round
— SAI Media (@Media_SAI) July 29, 2024
Manu Bhaker has a chance at another medal as she and Sarabjot Singh qualify for the Bronze Medal shoot-off with a score of 580 in the 10m Air Pistol Mixed Qualification Round! pic.twitter.com/qJQmELqAin
🚨 Shooting - Manu Bhaker and Sarabjot Singh finish 3rd to Qualify for the Bronze Medal match in the 10m Air Pistol Mixed Team event. The final match will take place tomorrow!
— Team India (@WeAreTeamIndia) July 29, 2024
તુર્કી અને સર્બિયા વચ્ચે ગોલ્ડ મેડલ મેચ રમાશે: આ દરમિયાન, તુર્કીના સેવલ ઇલાયદા તરહાન અને યુસુફ ડિકેકે ટોક્યો 2020માં ભારત દ્વારા સેટ કરેલા 582 પોઈન્ટના ઓલિમ્પિક ક્વોલિફિકેશન રેકોર્ડની બરાબરી કરી હતી. તુર્કીની ટીમનો મુકાબલો ગોલ્ડ મેડલ મેચમાં સર્બિયન જોડી જોરાના અરુનોવિક અને દામિર મિકેક સામે થશે. તમને જણાવી દઈએ કે, બંને જોડીએ પેરિસ 2024માં પોતાના મેડલની પુષ્ટિ કરી લીધી છે.