ETV Bharat / sports

વિરાટ કોહલી IPLમાં 250 સિક્સર મારનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો, જાણો ટોપ પર કોણ છે - Virat Kohli

વિરાટ કોહલી આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની મેચ દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં 250 સિક્સર ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો.

Etv BharatVirat Kohli
Etv BharatVirat Kohli
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 21, 2024, 7:46 PM IST

કોલકાતા: અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં 250 સિક્સર ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે રવિવારે અહીં ઈડન ગાર્ડન્સ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની મેચ દરમિયાન આ સિદ્ધિ હાંસલ કરી છે.

સ્ટાર્કની ઓવરમાં સિક્સર ફટકારી: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક દ્વારા ફેંકવામાં આવેલી બીજી ઓવરના ત્રીજા બોલ પર કોહલીએ પોતાની બીજી સિક્સર ફટકારીને આ માઈલસ્ટોન સુધી પહોંચ્યો હતો.

ક્રિસ ગેલ સૌથી આગળ: વિરાટે તેની IPL કરિયરની 245મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આ અદ્ભુત સિદ્ધિ સાથે, તે IPLમાં 250 છગ્ગા પૂરા કરનાર ચોથો ક્રિકેટર બન્યો. ક્રિસ ગેલ 357 છગ્ગા સાથે આ સિદ્ધિ હાંસલ કરવામાં સૌથી આગળ છે, ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા (275), અને ત્રીજા ક્રમે ભૂતપૂર્વ RCB ખેલાડી એબી ડી વિલિયર્સ (251) છે.

IPL ઈતિહાસમાં સૌથી વધુ સદી: અગાઉ, પણ વિરાટે રાજસ્થાન રોયલ્સ (RR) સામેની મેચ દરમિયાન IPL ઈતિહાસમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ પ્રાપ્ત કર્યો હતો. તે IPLમાં 7,500+ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો છે અને તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 8,003 રન બનાવ્યા છે.

સૌથી વધુ કેચ પકડનાર ખેલાડી: કોહલીએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ખેલાડી સુરેશ રૈનાના 109 કેચ પકડવાનો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ હવે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ કેચ પકડનાર ખેલાડી બની ગયો છે. તેણે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગનો કેચ પકડીને 110 કેચનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

સૌથી વધુ રન બનાવનાર ખેલાડી: RCB અને SRH વચ્ચેની રમત ભારતીય બેટ્સમેન માટે યાદગાર બની ગઈ કારણ કે તે રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ચોથો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. કોહલીએ ઈંગ્લેન્ડના બેટ્સમેન એલેક્સ હેલ્સને પાછળ છોડી દીધો, જેણે T20 ક્રિકેટમાં 12,319 રન બનાવ્યા છે.

  1. રોહિત શર્મા પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન માટે સુરેશ રૈનાએ પહેલી પસંદ જણાવી, જાણો કોણ છે આ ખેલાડી - Shubman Gill

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.