ETV Bharat / sports

દિલ્હી સામેની જીત બાદ કોલકાતા પોઈન્ટ ટેબલમાં ટોપ પર, જાણો કોની પાસે છે ઓરેન્જ અને પર્પલ કેપ - IPL 2024 Points Table - IPL 2024 POINTS TABLE

IPL 2024ની 16 મેચ રમાઈ છે. ટીમોની જીત અને હાર સાથે પોઈન્ટ ટેબલની સ્થિતિ સતત બદલાતી રહે છે. ગુરુવારે દિલ્હી સામેની જીત સાથે કોલકાતાએ ટોચનું સ્થાન મેળવી લીધું છે.

Etv BharatIPL 2024 Points table
Etv BharatIPL 2024 Points table
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 4:14 PM IST

નવી દિલ્હી: IPL 2024માં 74 મેચો રમાવાની છે, જેમાંથી 16 મેચ રમાઈ ચૂકી છે. દિલ્હી અને બેંગલુરુમાં ચાર-ચાર મેચો સિવાય તમામ ટીમોએ ત્રણ-ત્રણ મેચ રમી છે. ટીમોની જીત અને હાર સાથે પોઈન્ટ ટેબલની સ્થિતિ સતત બદલાતી રહે છે. તેની સાથે જ પર્પલ કેપ અને ઓરેન્જ કેપ પણ સતત બદલાતી રહે છે. જાણો શું છે IPLની અત્યાર સુધીની સ્થિતિ.

પોઈન્ટ ટેબલની સ્થિતિ: આઈપીએલમાં પોઈન્ટ ટેબલની વાત કરીએ તો કોલકાતા દિલ્હી સામે શાનદાર જીત મેળવીને ટોપ પર પહોંચી ગયું છે. કોલકાતાએ તેની અત્યાર સુધીની ત્રણેય મેચ જીતી છે. રાજસ્થાન પણ ત્રણ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ત્રીજા નંબર પર ચેન્નાઈ સુપર કિંગ્સ છે જેણે અત્યાર સુધી ત્રણમાંથી 2 મેચ જીતી છે. લખનૌ ગુજરાત પણ ત્રણમાંથી 2 જીત સાથે ચોથા અને પાંચમા સ્થાને છે. હૈદરાબાદ અને પંજાબે 3માંથી એક-એક મેચ જીતી છે. બેંગલુરુ અને દિલ્હી ચારમાંથી એક-એક મેચ જીતીને સાતમા અને આઠમા સ્થાને છે, જ્યારે મુંબઈએ હજુ ખાતું પણ ખોલ્યું નથી.

ઓરેન્જ કેપ: ઓરેન્જ કેપ ધારકની વાત કરીએ તો વિરાટ કોહલી 203 રન સાથે ટોપ પર છે. રાજસ્થાન રોયલ્સનો રિયાન પરાગ 181 રન સાથે બીજા સ્થાને છે. હેનરિક ક્લાસેન 167 રન સાથે પાંચમા સ્થાને, રિષભ પંત 152 રન સાથે અને દિલ્હીનો ડેવિડ વોર્નર 148 રન સાથે છે.

પર્પલ કેપ: સૌથી વધુ વિકેટની વાત કરીએ તો ચેન્નાઈના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાન 7 વિકેટ સાથે ટોપ પર છે. જ્યારે દિલ્હી કેપિટલ્સનો ખલીલ અહેમદ, લખનૌનો મયંક યાદવ, ગુજરાતનો મોહિત શર્મા અને રાજસ્થાનનો સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ 6 વિકેટ સાથે અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.

કોણ છે સિક્સર કિંગ: સિક્સર કિંગની વાત કરીએ તો હેનરિક ક્લાસેનનો દબદબો હજુ પણ યથાવત છે, તેણે અત્યાર સુધી 3 મેચમાં 17 સિક્સર ફટકારી છે. તેની પાછળ નિકોલસ પૂરન છે જેણે અત્યાર સુધી 12 સિક્સર ફટકારી છે. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગે પણ 12 સિક્સર ફટકારી છે. સુનીલ નારાયણે પણ 12 છગ્ગા ફટકાર્યા છે અને તે ચોથા સ્થાને છે, જ્યારે હૈદરાબાદનો અભિષેક શર્મા 11 છગ્ગા સાથે પાંચમા સ્થાને છે.

  1. શાહરૂખે પંત સહિત DCના ખેલાડીઓને ગળે લગાવ્યા, જુઓ આ વીડિયો - SHAHRUKH KHAN HUGGED RISHABH PANT

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.