નવી દિલ્હી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં 10 વિકેટે જીત મેળવી હતી. આ રોમાંચક ટેસ્ટ મેચમાં ભારતે ચોથા દિવસના ત્રીજા સેશનમાં જીત નોંધાવી હતી. દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે 37 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શુભા સતીશના અણનમ 13 રન અને શેફાલી વર્માના અણનમ 24 રનની મદદથી ભારતે આ લક્ષ્યાંક 9.2 ઓવરમાં 10 વિકેટ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. વિકેટની દૃષ્ટિએ દક્ષિણ આફ્રિકા સામે ભારતની આ સૌથી મોટી જીત છે.
𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎! 👏👏 🏆
— BCCI Women (@BCCIWomen) July 1, 2024
Scorecard ▶️ https://t.co/4EU1Kp6YTG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/g3zEjJLzgI
આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 115.1 ઓવરમાં 603 રનના સ્કોર પર પોતાનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 84.3 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ફોલોઓન રમતી આફ્રિકન ટીમ બીજા દાવમાં 154.4 ઓવરમાં 373 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને આ સાથે તેણે ભારત પર 36 રનની લીડ મેળવી લીધી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી જીતવા માટેના 37 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 9.2 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
For her stupendous bowling and getting 🔟 wickets in the match, Sneh Rana wins the Player of the Match award 🏆
— BCCI Women (@BCCIWomen) July 1, 2024
Scorecard ▶️ https://t.co/4EU1Kp7wJe#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/PR8SA6lvtC
Win ✅
— BCCI Women (@BCCIWomen) July 1, 2024
Team Selfie ✅
Capping of the Test with a mandatory team selfie with Jemimah Rodrigues 💙#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @JemiRodrigues pic.twitter.com/CC6XGTMAFp
ભારત તરફથી શેફાલી વર્માએ 23 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 205 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સ્મૃતિ મંધાનાએ 27 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 149 રનની ઇનિંગ રમી હતી. આ પછી જેમિમાહ રોડ્રિગ્ઝે 55 રન, હરમનપ્રીત કૌરે 69 રન અને રિચા ઘોષે 85 રન બનાવ્યા હતા. ભારત માટે સ્નેહા રાણાએ આ મેચમાં 10 વિકેટ લીધી હતી. રાણાએ પ્રથમ ઇનિંગમાં 8 વિકેટ લીધી હતી જ્યારે બીજી ઇનિંગમાં 2 વિકેટ લીધી હતી. વિકેટની દૃષ્ટિએ ભારતની આ જીત સૌથી મોટી જીત છે.