નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાશે. આ શ્રેણી માટે 16 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં આપવામાં આવી છે. આમાં ખાસ વાત એ છે કે વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષને 12માની બોર્ડની પરીક્ષાના કારણે ટીમમાં સામેલ કરવામાં આવી નથી.
રિચા ઘોષ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપશે:
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિકેટકીપર રિચા ઘોષ તેની 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં હાજર રહેવા માટે ન્યૂઝીલેન્ડ સામેની આગામી ભારતમાં યોજાનાર ODI શ્રેણીમાં રમી શકશે નહીં. 21 વર્ષની રિચા 2020 થી ભારતીય ટીમનો મહત્વપૂર્ણ ભાગ છે, આ માટે BCCIએ ઘોષની રજા પણ મંજૂર કરી દીધી છે.
Richa Ghosh is not available for the New Zealand ODI series due to her 12th standard Board exams. 🌟 pic.twitter.com/u5pU2RMMR6
— Johns. (@CricCrazyJohns) October 17, 2024
હરમનપ્રીતે ટીમની કમાન સંભાળી:
UAE માં T20 વર્લ્ડ કપમાંથી ભારત નિરાશાજનક બહાર થયા પછી 24 થી 29 ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં યોજાનારી શ્રેણીથી એક નવી શરૂઆત કરશે. ભારતીય ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરશે, UAEમાં ચાલી રહેલા મહિલા T20 વર્લ્ડ કપમાંથી ભારતની ગ્રુપ-સ્ટેજની બહાર થયા બાદ તેની કેપ્ટન્સી ઉપર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે.
A look at #TeamIndia’s squad for the three-match ODI series against New Zealand 👌👌 #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/pKxdLCWsnb
— BCCI Women (@BCCIWomen) October 17, 2024
4 ખેલાડીઓને પ્રથમ ODI કૉલ-અપ:
ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણે વનડે શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો, ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર સયાલી સતઘરે અને સાયમા ઠાકોર, લેગ સ્પિનર પ્રિયા મિશ્રા અને મધ્યમ ક્રમની બેટ્સમેન તેજલ હસબનીસને પ્રથમ વખત ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. લેગ સ્પિનર આશા શોભના ઈજાના કારણે અનુપલબ્ધ છે, જ્યારે ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરને આરામ આપવામાં આવ્યો છે.
Notes 👇
— BCCI Women (@BCCIWomen) October 17, 2024
- Ms. Richa Ghosh was unavailable for selection due to her 12th standard board exams.
- Ms. Asha Sobhana is currently nursing an injury and was unavailable for selection.
- Ms. Pooja Vastrakar has been rested for the series.#INDvNZ @IDFCFIRSTBank
ન્યુઝીલેન્ડ સામેની 3 વનડે શ્રેણી માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ:
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, ડી હેમલથા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), સયાલી સતગરે, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, તેજલ હસબનીસ , સાયમા ઠાકોર , પ્રિયા મિશ્રા , રાધા યાદવ , શ્રેયંકા પાટીલ.
આ પણ વાંચો: