ETV Bharat / sports

આને કહેવાય ક્રિકેટ પ્રેમ… અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મહિલા ક્રિકેટ મેચ જોવા ઉમટ્યા અમદાવાદીઓ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ભારત-ન્યુઝીલેન્ડ મહિલા ટીમો વચ્ચે બીજી વનડે રમાઈ રાઈ છે, જેની માટે સ્ટેડિયમમાં લાખોની સંખ્યામાં લોક મહેરામણ ઉમટી પડ્યું છે.

ભારત-ન્યુઝીલેન્ડ મહિલા ક્રિકેટ મેચ
ભારત-ન્યુઝીલેન્ડ મહિલા ક્રિકેટ મેચ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 27, 2024, 4:45 PM IST

અમદાવાદ: ભારતીય મહિલા ટીમ અને ન્યુઝીલેન્ડ મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ આજે એટલે કે 27 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રાઈ છે. આ શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરી રહી છે. આ દરમિયાન, ન્યૂઝીલેન્ડની આગેવાની સોફી ડિવાઈન કરી રહી છે. બપોરના સમયે મેચ શરૂ થઈ હોવા છતાં આટલા તડકામાં પણ લોકો ભારતીય મહિલા ટીમને સપોર્ટ કરવા લાખોની સંખ્યામાં સ્ટેડિયમમાં આવી પહોંચ્યા છે.

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (ETV Bharat Gujarat)

ટીમ ઈન્ડિયાના સમર્થન આપવા ઊમટ્યું જનમેદ:

ન્યુઝીલેન્ડ સામે ભારતીય પુરુષ ટીમ સળંગ બે ટેસ્ટ મેચ ગયું છે, જેનાથી ક્રિકેટ ફેન્સ ખૂબ જ નારાજ છે. એવામાં ભારતીય મહિલા ટીમ ન્યુઝીલેન્ડ સામે ત્રણ વનડે શ્રેણી પૈકી પહેલી મેચ 57 રનથી જીતી શ્રેણીમાં પોતાની પકડ જમાવી છે. રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલ બીજી વનડે માં ભારતીય કેપ્ટન ઓલ રાઉન્ડર હરમન પ્રીત કૌર ઈજાથી બહાર થઈ ગઈ હતી, પરંતુ હવે તે ફિટ હોવથી આજની વનડેમાં રમવા ઉતરી છે. આજે રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં દર્શકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉમટ્યા છે.

ન્યુઝીલેન્ડે બીજી વનડે માં ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી છે. ન્યુઝીલેન્ડ ટીમે સારી શરૂઆત કરતાં 4 વિકેટના નુકસાન પર 200નો આંકડો પર કરી લીધો છે. ભારતની ટીમમાં આજે પ્રિયા મિશ્રા બોલર તરીકે ડેબ્યું કરી પોતાની પ્રથમ આંતર રાષ્ટ્રીય મેચ રમી રહી છે. ભારતે આજે ટીમમાં બે બદલાવ કર્યા છે.

સામાન્ય રીતે આ પ્રકારની ભીડ પુરુષોની ક્રિકેટ મેચ દરમિયાન જોવા મળતી હોય છે, પરંતુ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લોકો બપોરનો સમય હોવો છતાં ભારતીય મહિલા ટીમને સમર્થન આપવા માટે ઘણી બધી સંખ્યામાં સ્ટેડિયમમાં આવી પહોંચ્યા છે.

મેચ માટે બંને ટીમો:

  • ભારતીય મહિલા ટીમઃ સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, ડેલોન હેમેલ્ટા, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), શ્રેયંકા પાટિલ, રાધા યાદવ, રેણુકા ઠાકુર સિંહ, અરુંધતી રેડ્ડી, તેજલ હસબનીસ, સાલ્લી હસબનીસ. સાયમા ઠાકોર, ઉમા છેત્રી, પ્રિયા મિશ્રા
  • ન્યુઝીલેન્ડની મહિલા ટીમ: સુસી બેટ્સ, જ્યોર્જિયા પ્લિમર, એમેલિયા કેર, સોફી ડેવાઇન (કેપ્ટન), બ્રુક હેલીડે, મેડી ગ્રીન, ઇસાબેલા ગેજ (વિકેટ કીપર), લોરેન ડાઉન, પોલી ઇંગ્લિસ, ફ્રાન જોનાસ, લી તાહુહુ, હેન્ના રો, જેસ કેર. મોલી પેનફોલ્ડ, એડન કાર્સન

ભારત શ્રેણીમાં 1-0થી આગળ:

ભારતીય મહિલા ટીમ ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. પ્રથમ ODI મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 59 રને હરાવ્યું હતું. પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમ 44.3 ઓવરમાં 227 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 40.4 ઓવરમાં 168 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમનો ઉદ્દેશ્ય બીજી વનડે જીતીને શ્રેણી પર કબજો કરવાનો રહેશે. આ સાથે જ ન્યૂઝીલેન્ડને શ્રેણી 1-1થી બરાબર કરવા માટે બીજી વનડે જીતવી જરૂરી છે.

આ પણ વાંચો:

  1. નવાઈની વાત છે! ઈંગ્લેન્ડ સામેની શ્રેણી જીત્યા બાદ પાકિસ્તાને કેપ્ટન વિના ચાર ટીમોની જાહેરાત કરી…
  2. 'હરમન રમશે?' અમદાવાદમાં ETVના સવાલો સામે શું કહ્યું ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.